ભાવનગર

એસ. ટી. ના ભાવનગર વિભાગ દ્વારા બિન અધિકૃત મુસાફર વાહન કરતાં વાહનો સામે મે મહિનામાં 1.68 લાખનો દંડ વસુલાયો

મે-૨૬ દરમિયાન ભાવનગર વિભાગ ની સુરક્ષા શાખા દ્વારા રોડ પર બિન અધિકૃત રીતે મુસાફર વહન કરતા
વાહનો જેવા કે થી વ્હીલ ટેમ્પો, મેજીક રીક્ષા, મીની બસો વિરૂધ્ધ કલાન્ડેસ્ટાઈન ઓપરેશન (સી.ઓ.) ચેકીંગ હાથ
ધરવામા આવેલ જેમાં કુલ ૧૪ વાહનો ડીટેઈન કરવા મા આવેલ હતા, કુલ ૧૩૪ વાહનોને મેમો ઈસ્યુ કરવામા
આવેલ હતા તેમજ સ્થળ પર દંડ વસુલ કરવાના કિસ્સામાં કુલ રૂા. ૧,૬૮, ૧૦૦/- દંડ પેટે વસુલાત કરવામા આવેલ
હતા.
એસ. ટી. નિગમ દ્વારા આ ઝુંબેશમા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તંત્રને સાથે રાખી સંયુક્ત રીતે ઝુંબેશ
હાથ ધરી આવા ગેરકાયદે ચાલતા વાહનો અને અને બીન અધિકૃત રીતે થતી મુસાફરો ની હેરાફેરી અટકાવવા આવા
વાહનો સામે વાહનો ડીટેઈન કરવા, મેમો ઈસ્યુ કરવા અને સ્થળ પર જ દંડ વસુલ કરવા જેવી કાર્યવાહી હાથ
ધરવામા આવેલ હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા મુસાફર જનતા ને અપાતી પરીવહન
સેવાની સાથે ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર ને સાથે રાખી આ પ્રકાર ની કાર્યવાહી પણ નિયમિત રીતે કરવામા
આવે છે તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગના વિભાગીય નિયામક શ્રી
આર.ડી.પીલવાઈકર ની યાદી જણાવે છે.

Related Posts