ભાવનગર

ઠળીયા કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

તળાજાના ઠળિયા કેન્દ્ર વર્તી શાળા અને એમ એલ શાહ હાઈસ્કુલ ઠળિયા નાં સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ અહેવાલ તથા આંગણવાડી અને બાલવાટિકા તથા ધોરણ નવ અને અગિયાર ધોરણ માં નવા પ્રવેશ લીધેલા ભાઈઓ બહેનો નાં પ્રવેશ ઉત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ગુજરાત સરકાર ના આઈ પી એસ અધિકારી શ્રી નિતીનભાઇ પરમાર તથા તળાજા તાલુકાના લાયઝન રોહિતભાઈ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ના માજી ચેરમેન મંગાભાઈ બાબરિયા તથા તાલુકા પંચાયત ના સભ્ય ઓઘડભાઈ કોરડિયા સરપંચ વનરાજ ભાઇ મોભ તથા ઉપ સરપંચ ભરતભાઈ બોળિયા તથા આંગણવાડીનાં સુપરવાઈઝર મંજુલાબેન ઝાલા તથા દિનકર ભાઈ બારૈયા તથા બચુભાઈ મોભ તથા ભરતભાઈ બારૈયા તથા ખાટાભાઈ ભોજાણી અને આચાર્ય ચંદુભાઈ પંડ્યા તથા વિજયભાઈ પંડ્યા અને SMC અધ્યક્ષ રામભાઇ બાબરિયા તથા અરવિંદભાઈ પાટડિયા ખાસ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન વળિયા કિંજલબેન તથા વાળા આનંદીબેન દ્ધારા કરવામાં આવ્યું હતું અને અંતમાં શ્રી ભટુરભાઈ ઠંઠ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Related Posts