ભાવનગર

ભાવનગર એસ. ટી. વિભાગને મુસાફરો દ્વારા કયુ. આર. કોડ સ્કેન કરીને પાંચ માંથી 4.7 નું રેટિંગ આપ્યું

ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમમા સારી બસો સ્વચ્છ બસો, નિયમીત સંચાલન તેમજ મુસાફરોની સાથે
ફરજ પરના સ્ટાફની વિવેકી અને મુસાફર જનતા સાથે સૌજન્ય પુર્ણ વ્યવહાર હોય તે બાબતે એક મુહીમ ચલાવવામા
આવે છે અને મુસાફર જનતા ને વધુ ને વધુ સારી સેવા પુરી પાડવા પ્રતિબધ્ધ છે. ત્યારે ભાવનગર વિભાગની બસોને
પાંચમાંથી ૪.૭ રેટિંગ પ્રાપ્ત થયું છે.
જેના અનુસંધાને માહે એપિલ-૨૬ મા મધ્યસ્થ કચેરી દ્વારા અપાયેલ સુચના મુજબ નિગમ દ્વારા અપાતી સેવા
બાબતે સુજ્ઞમુસાફર જનતા ને અપાતી સેવા માટે મુસાફર જનતાનો નિગમની સેવા બાબતે શું પ્રતિસાદ છે? તે
જાણવા માટે તેમજ સેવા બાબતે કોઈ ત્રુટિઓ છે તે બાબતનો સારાંશ કે અભિપ્રાય મેળવવા માટે દરેક બસોની સીટ
પર કયુ આર કોડ લગાવવામા આવેલ છે જે કયુ. આર. કોડ સ્કેન કરી મુસાફર નિગમની સેવા બાબતે પોતાનો
અભિપ્રાય જણાવી શકશે જે સુવિધા અનવ્યે ભાવનગર વિભાગ ની બસોના એપ્રિલ-૨૬ આજદીન સુધીમા કુલ
૧૭૯૦૦ મુસાફરો એ પોતાનો પ્રતિસાદ આપેલ તેમજ ચાલુ સપ્તાહ દરમિયાન ૨૭૭૮ મુસાફરોએ મુસાફરો એ
પોતાનો પ્રતિસાદ આપેલ હતો.
મુસાફર જનતા દ્વારા અપાયેલ પ્રતિસાદોનુ વિહંગાવલોકન કરતા ભાવનગર વિભાગ ને ઓવર ઓલ કુલ
૫(પાંચ) માથી ૪.૭ નુ રેટીંગ મળેલ જે વિસ્તૃત વિશ્લેષણ મુજબ સ્ટાફની વર્તણુંક અને સલામતી બાબતે કુલ
૫(પાંચ) માથી ૪.૯ નુ રેટીંગ પ્રાપ્ત થયેલ છે. બસોની સ્વચ્છતા અને સમય પાલન બાબતેકુલ ૫(પાંચ) માથી ૪.૮નુ
રેટીંગ પ્રાપ્ત થયેલ છે. બસની સ્થિતિ બાબતે પણ કુલ ૫(પાંચ) માથી ૪.૮નુ રેટીંગ પ્રાપ્ત થયેલ છે.
આમ ભાવનગર વિભાગ ને કુલ ૫ (પાંચ) માથી ઓવર ઓલ ૪.૭ નુ રેટીંગ મળેલ જે શારાંશ મુજબ મુસાફર
જનતા એ એકંદરે મુસાફરી દરમિયાન થયેલ સારા અનુભવ મેળવી રહયા છે તેમ છતા મુસાફર જનતા ને અપીલ
કરવામા આવે છે કે મુસાફર જનતા નિગમ દ્વારા અપાતી સેવા બાબતે પોતાના અમુલ્ય પ્રતિસાદ અને અભિપ્રાય આપે
તે માટે અનુરોધ કરવામા આવે છે તેમ ભાવનગર વિભાગના વિભાગીય નિયામક શ્રી આર.ડી.પીલવાઈકરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Related Posts