સરકાર દ્વારા શિક્ષણ સંબંધી રચનાત્મક અભિગમ હેઠળ ઉજવાતો પ્રગતિનો મહોત્સવ એટલે કન્યા કેળવણી
મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયેલ છે. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે મામલતદાર
શ્રી સતીશભાઈ જાંબુચાની મુખ્ય ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો.
માધ્યમિક શાળા તથા પ્રાથમિક શાળા અંતર્ગત આયોજનમાં આચાર્ય શ્રી ચિંતનભાઈ ત્રિવેદી તથા શ્રી
કિશોરભાઈ પટેલના સંકલન સાથે આંગણવાડી પરિવાર અને અગ્રણીઓની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો. આ
પ્રસંગે શ્રી હેમાબેન દવે દ્વારા બાળકોને ભેટ આપવામાં આવેલ હતી.
સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો














Recent Comments