રાજ્ય સરકારના ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના સિદસર-શામપરા મોડેલ
સ્કૂલ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ બાદ મત્સ્યોદ્યોગ અને પશુપાલન
વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યો તથા
સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી શિક્ષણની ગુણવત્તામાં વધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા શાળાના સુદ્રઢ
સંચાલન અંગે રચનાત્મક સંવાદ સાધ્યો હતો.
બેઠક દરમિયાન શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડે શાળામાં અમલમાં રહેલી શૈક્ષણિક, સહશૈક્ષણિક
તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. મંત્રીશ્રીએ શાળાના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોની
પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણના ધ્યેયને સિદ્ધ કરવામાં એસએમસી, વાલીઓ અને સ્થાનિક
સમાજની સક્રિય ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખી શિક્ષણ ક્ષેત્રે
સતત નવતર પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

















Recent Comments