ભાવનગર

ભાવનગર શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉમંગભેર શાળા પ્રવેશોત્સવ કરાવતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની કાળિયાબીડ ખાતે મારુતિ યોગ આશ્રમ પ્રાથમિક શાળા નંબર
૮૩, વિઠ્ઠલવાડી ખાતે આવેલી સર તખ્તસિંહજી શાળા નંબર ૫૮ અને ૬૧ તેમજ નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય
ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ના ભૂલકાંઓને તથા ધોરણ-૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ
કરાવ્યો હતો.
આ તકે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ શુભારંભ કરાવેલ શાળા પ્રવેશોત્સવ
અને કન્યા કેળવણી ઉત્સવની ફળશ્રુતિ આજે ઘટી રહેલા સ્કૂલ ડ્રોપઆઉટ રશિયોમાં જોવા મળી રહી છે. આજે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, સી.સી.ટી.વી. કેમેરા તથા કોમ્પ્યુટર
લેબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે, બે દાયકા પહેલાની શાળાઓમાં આવી સુવિધાઓ નહોતી. ભૂતકાળમાં
બાળકોને શિક્ષણ માટે પ્રેરવા અને આવકારવા સરકાર તથા સમાજ દ્વારા કરવામાં આવતી આવી સુવિધાઓનો અભાવ

હતો. શાળાઓને આધુનિક માળખા સાથે શિક્ષણનું ધામ બનાવવાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય
છે.
મંત્રીશ્રીએ આજરોજ ભાવનગર શહેરમાં શાળા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને “એક પેડ માં કે નામ”
અભિયાન અંતર્ગત વૃક્ષ વાવી તેનું જતન અને ઉછેર કરવા માટે સંકલ્પ લેવા અપીલ કરી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રગતિના મહોત્સવ હેઠળ સરકાર દ્વારા એક પણ બાળક શાળા પ્રવેશોત્સવથી વંચિત
ન રહી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત શાળાઓમાં નિઃશુલ્ક નિદાન અને
સારવાર થકી બાળકોના શિક્ષણ સાથે તેમના આરોગ્યની પણ દરકાર લેવામાં આવી રહી છે.
આ તકે કૃષિ મંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને પુસ્તકો તથા વિવિધ શૈક્ષણિક સામગ્રીની કીટનું વિતરણ કરવામાં
આવ્યું હતું.
કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત
શાળાઓ ખાતે વૃક્ષારોપણ કરી બાળકોને “એક પેડ માં કે નામ” અભિયાનમાં જોડાવા પ્રેરણા આપી હતી.
કાર્યક્રમના અંતે વિધાર્થીઓએ ટ્રાફિક નિયમન અંગેની શપથ લીધી હતી.
આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા શ્રી લાલભા વાળા, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગના ઉપસચિવ શ્રી
હેતલકુમાર પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, આગેવાન શ્રી નિલેશભાઈ રાવલ, આગેવાન શ્રી
નરેન્દ્રસિંહ ગોહિલ, બી.આર.સી. શ્રી કલ્પેશ પંડ્યા, વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને
વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts