ભાવનગર

ભાવનગરમાં નવા-જુના વાહનોની લે-વેચ માટે રજીસ્ટર ફરજીયાત રાખવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

સાયકલો/ટુ વ્હીલર/ફોર-વ્હીલર વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતિ અને દેશની સુરક્ષાના
પરીપ્રેક્ષમાં થોડાક સુચનો અમલમાં મુકવાની જરૂરીયાત જણાતાં ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ
ભાવનગર જિલ્લામાં જુના-નવા વાહન લે-વેચ કરતા તમામ દુકાનધારકોએ જુના-નવા વાહન લે-વેચ કરવા
માટે નિયત મુજબના કાયમી રજીસ્ટર ફરજીયાતપણે નીભાવવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં દર્શાવ્યાં મુજબ, નવા વાહનોની લે-વેચ કરતાં દુકાનદારો તથા ડિલરોને નિભાવવાના થતાં
રજિસ્ટરમાં અ.નં, મો.નં, સરનામું, પુરાવો ( આધાર / પાનકાર્ડ નં.), વાહનનો પ્રકાર, વાહન રજીસ્ટર નં., વાહન
મોડેલ વર્ષ/ કલર, એન્જીન નં, ચેસીસ નં., વાહન ખરીદનારની સહિ અને દુકાનદાર/ ડીલરની સહિ રજીસ્ટરમાં
નિભાવવાની રહેશે.
તેવી જ રીતે, જુના વાહનોની લે-વેચ કરતાં દુકાનદારો તથા ડિલરોને નિભાવવાના થતાં રજિસ્ટરમાં અ.નં,
વાહન માલિક તથા વેચનારનું નામ, મો.નં, સરનામું, પુરાવો ( આધાર / પાનકાર્ડ નં.), વાહનનો પ્રકાર, વાહન
રજીસ્ટર નં., વાહન મોડેલ વર્ષ/ કલર, એન્જીન નં, ચેસીસ નં., વાહન માલિક દ્વારા એજન્ટને આપેલ વાહનની
સંખ્યા/ તારીખ તેમજ વાહન માલિકની સહિ/ વાહન લેનારની સહિ રજીસ્ટરમાં નિભાવવાની રહેશે.
તેમજ ભાવનગર જિલ્લા વિસ્તારમાં નવા તથા જુના વાહનો વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા
માલીકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જયારે નવા તથા જુના વાહનો વેચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે
તેઓએ જાહેરનામાં દર્શાવ્યાં મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.
(৭) નવા તથા જુના વાહનો ખરીદનારાને અવશ્ય બિલ આપવું અને તેની સ્થળપ્રત કબ્જામાં રાખવી.
(૨) ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી
કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે નગરપાલીકા
કોર્પોરેટર, ધારા સભ્યશ્રી, સંસદ સભ્યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રિત અધિકારીશ્રી તરફથી મેળવેલ
ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહનોના વેચાણ કર્તાએ મેળવવાનો
રહેશે.
(3) બીલમાં ખરીદદારનું પુરૂ નામ, સરનામું સંપર્ક માટે ટેલિફોન/મોબાઇલ નંબર લખવો.

(૪) વેચાણ કર્તાએ વેચાણ બીલમાં વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો.
(૫) વાહન વેચાણકર્તાએ કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની
માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.
(૬) વાહન ખરીદનારના નામે વાહન તબદીલ કરવા RTO કચેરી ખાતે જરૂરી ફોર્મમાં અરજી કરી તે અંગેની
કાર્યવાહી વાહન વેચનારે વાહન વેચાણના દિન-૧૫માં વાહનની બિનચુક તબદીલી થાય તે રીતે કરવાનો રહેશે.
(૭) વાહન લે-વેચ કરે ત્યારે વેચનાર વ્યક્તીની ઉપર મુજબની વિગતે માહિતી તેમજ ID પ્રુફ અને પુરૂ નામ
સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખવાની રહેશે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર
થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા
ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.”

Related Posts