ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તા. ૧ અને ૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાની
મુલાકાતે પધારી રહ્યા છે.
મુલાકાતના પ્રથમ દિવસે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે રાજ્યપાલશ્રી ભાવનગર શહેર
ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર, મોતીબાગ ટાઉન હોલ ખાતે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી
યોજના અંતર્ગત આયોજિત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ રાજ્યપાલશ્રી ભાવનગર તાલુકાના સરતાનપર ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રાત્રિ
ગ્રામસભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનશે.
તા. ૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૫:૪૫ કલાકે રાજ્યપાલશ્રી સરતાનપર ગામની પ્રાથમિક
શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસમાં સહભાગી બનશે. ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે ઘોઘા તાલુકાના કરેડા ગામે
પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈ સોલંકીના આણંદ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિની કામગીરીનું
અવલોકન કરશે તેમજ ગાય દોહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ત્યારબાદ ૯:૩૦ કલાકે રાજ્યપાલશ્રી સરતાનપર ગામે ચૌહાણ પરિવારની નવી વાડી ખાતે આયોજિત
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અને તેના પ્રોત્સાહન અંગે
માર્ગદર્શન આપશે.

















Recent Comments