સરતાનપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પૂર્ણ થયા બાદ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર
તાલુકાના સી.આર.પી. અને કૃષિ સખીઓ સાથે આત્મીય અને પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર એ માત્ર સોંપાયેલી જવાબદારી નહીં, પરંતુ સમાજને
નિરોગી, ઝેરમુક્ત અને સમૃદ્ધ બનાવવાનું ઈશ્વરીય તથા પુણ્યનું કાર્ય છે. તેમણે સૌને સેવા, સમર્પણ અને નિષ્ઠાના
ભાવ સાથે વધુમાં વધુ ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ સીઆરપી અને કૃષિ સખીઓને ગામેગામ જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને
સતત માર્ગદર્શન આપવાની સાથે તેમના મનમાં વિશ્વાસ જગાવવાનો અનુરોધ કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક નવા ખેડૂતને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો પ્રયાસ રાષ્ટ્રસેવા સમાન
છે. સૌના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોની આવકમાં વધારો, લોકોના આરોગ્યનું રક્ષણ તેમજ જમીન, પાણી અને
પર્યાવરણનું સંવર્ધન કરીને ઝેરમુક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાશે.
સીઆરપી અને કૃષિ સખીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંવાદ

















Recent Comments