તળાજા તાલુકા વહીવટી તંત્ર દ્વારા મામલતદાર કચેરી, તળાજા ખાતે ૫૫૧ વૃક્ષોના વાવેતર તથા
“જનકલ્યાણ મહેસૂલી વન”ના લોકાર્પણ કાર્યક્રમનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે
વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને વન સંવર્ધનને પ્રોત્સાહન આપવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.
તળાજા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ૫૫૧ વૃક્ષોના વૃક્ષારોપણ તથા “જનકલ્યાણ મહેસૂલી વન”ના કાર્યક્રમથી
પ્રકૃતિના જતન અંગેનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાઠોડ તેમજ તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ
શ્રી ધીરુભાઈ સોલંકી, પ્રાંત અધિકારી શ્રી જયકુમાર રાવળ અને મામલતદાર શ્રી એમ. ડી. જાની, આગેવાન શ્રી આઈ.
કે. વાળા તથા શ્રી મેહુલ ડાંગર, નગરપાલિકા વિવિધ કમિટી ચેરમેન, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ,
ફોરેસ્ટનો સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ સહિતના ઉપસ્થિત રહીને વૃક્ષારોપણમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત
પ્રાંત અધિકારી તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ સહિત તાલુકા વહીવટી તંત્રના સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતુ.
તળાજા ખાતે ૫૫૧ વૃક્ષોના વાવેતર અને “જનકલ્યાણ મહેસૂલી વન” લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો















Recent Comments