ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ અષાઢી બીજના પાવન અવસરે ભગવાનશ્રી
જગન્નાથજીની રથયાત્રા સવારે ૮:૦૦ કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવજી મંદિરેથી પ્રસ્થાન કરશે.
રથયાત્રા દરમિયાન જાહેર શાંતિ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા ભાવનગર જિલ્લાના અધિક
જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ રથયાત્રાના સમગ્ર રૂટ પર તા. ૧૬/૦૭/૨૦૨૬ના
રોજ સવારે ૭:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક સુધી દ્વિચક્રી સહિત તમામ પ્રકારના વાહનોના પ્રવેશ તેમજ વાહન પાર્કિંગ
પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત
આવશ્યક સેવાઓના વાહનો તેમજ રથયાત્રામાં સામેલ વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાના અમલ અને તેના ભંગ બદલ કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચા દરજ્જાના ન હોય તેવા
પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
જગન્નાથજીની રથયાત્રાને લઈ ભાવનગર શહેરનાં રથયાત્રાના રૂટ પર દ્વિચક્રી સહિત તમામ વાહનોના પ્રવેશ તથા વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ















Recent Comments