વડોદરા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના માર્ગદર્શનથી વડોદરાના વૈષ્ણવ મિત્ર મંડળ દ્વારા શ્રીજી આશ્રમ શાળા ઘોઘંબા ના વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા શિક્ષણ સાધનો વિતરણ કરવામાં આવ્યું વિશેષ કરીને ત્યાંના વિદ્યાર્થી અપાતી તીર કામઠાની તાલીમ જોઈ સૌને સંતોષ થયો સંસ્થા નાના બાળકો ને રમતગમત માં રસ લે તે માટે જે પ્રયત્નો કરે છે આચાર્ય શ્રી મીના સાહેબ ના ઉત્સાહ અને માર્ગદર્શન ને કારણે શક્ય છે સંસ્થા ના વિધાર્થી દ્વારા તીરંદાજી માં ગોલ્ડ મેડલ અને નાની મોટી 400 થી વધુ ટ્રોફી જોઈ કદાચ ગુજરાત માં આટલી ટ્રોફી ધરાવતી કોઈ આદિવાસી શાળા નહીં હોય. વડોદરા થી સાથે આવેલા ગ્રુપ દ્વારા બાળકો ની શિસ્ત અને એક લય ભાવ પૂર્ણ પ્રાર્થના ના ભરપૂર વખાણ કરવામાં આવ્યા. ત્યારબાદ સૌ વાલ્મિકી આશ્રમ શાળા સાત તાળા અહીં પણ આચાર્ય શ્રી ચેતન સાહેબ ની બાળકો ની કાળજી અને શિક્ષણ ને પ્રાધાન્ય આપી બાળકો ડોકટર એન્જિનિયર અને સરકારી અધિકારી બન્યા ની માહિતી તેઓએ આપી બાળકો ને જનરલ નોલેજ અને ગણિત વિજ્ઞાન ના પ્રશ્નો ગ્રુપ દ્વારા પૂછવામાં આવ્યા જેના મોટા ભાગના પ્રશ્નો ના સચોટ જવાબ બાળકો દ્વારા આપવામાં આવ્યા હતા અહીં આદિવાસી ટેલેન્ટ ની અનુભૂતિ થઈ ભીલ સેવા મંડળ દાહોદ દ્વારા સંચાલિત આ સંસ્થા જોઈ સૌ ને સંતોષ થયો.
ત્યારબાદ રતન મહેલ ના રીંછ અભ્યારણ ના ગેટ પાસે આવેલ આદિવાસી આશ્રમ શાળા કંજેટા રક્ષણ દિવાલ થી સુરક્ષિત છે આચાર્ય પટેલ સાહેબ બાળકો ના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ લાગ્યા ત્યાંના વિદ્યાર્થી દ્વારા અમારા સ્વાગત માટે બનાવામાં આવેલ ફુલ ના બુકે ની સુંદરતા તેમનો પ્રકૃતિ પ્રેમ અને કલા સૂઝ બતાવે છે આજ રીતે આદિવાસી રાષ્ટ્ પ્રવાહ માં શામિલ થઈ આવતીકાલ ના ભવ્ય ભારત ના નિર્માણ માં પોતાનું યોગદાન આપશે. ત્યારબાદ અમે શ્રીકાંત કન્યા છાત્રાલય, લીમખેડા ગયા જ્યાં 9 થી 12 ધોરણ ની વિધાર્થીની રહે છે તેમના દ્વારા કરવામાં આવેલ સ્વાગત અને કાર્યક્રમ આદિવાસી નુ ઉજ્વળ ભવિષ્ય બતાવે છે પ્રશ્નોતરી દરમ્યાન તેઓ ની જીવન ની મહત્વકાંક્ષા નો અંદાજ આવે છે ત્યાં સૌએ પોતાના નામ નો એક છોડ વાવી આશ્રમ સાથે કાયમી સંબંધ બાંધી દીધો આશ્રમ શાળા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની પ્રેરણા થી સુરત ના કેશુભાઈ ગોટી દ્વારા નિર્મિત છાત્રાલયો ના મકાન અને અન્ય સગવડો સાથે ખુબ પ્રગતિ ના પંથે હોય તેમ માની શકાય છે આ વિસ્તાર માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી કરેલા વિધાર્થી ને પ્રોત્સાહિત કરવાના અનેક અભિગમો માં વડોદરા નું વિપુલભાઈ અને મીતાબેન નું ગ્રુપ વૈષ્ણવ મિત્ર મંડળ ના નામે કાયમ શામેલ હોય છે

















Recent Comments