શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત તથા કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર સંલગ્ન પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડ્રી, સાવરકુંડલાની ૧૨ વિદ્યાર્થીઓની બેચ માટે ગૌરવની ક્ષણ આવી છે. વર્ષ ૨૦૨૬ના ૩ વર્ષના ઇતિહાસમાં ઇન એનિમલ હસબન્ડ્રી અભ્યાસક્રમના ૧૨ વિદ્યાર્થીઓએ સર્વોત્તમ પ્રદર્શન કરીને ગાંધીનગર ખાતે આયોજિત કેમ્પસ પ્લેસમેન્ટમાં સફળતાપૂર્વક સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓની ‘લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટર’ (Livestock Inspector) તરીકે પસંદગી કરવામાં આવી છે.
પસંદગી પામેલા તેજસ્વી તારલાઓ
સંસ્થામાંથી કઠોર પરિશ્રમ કરીને સરકારી સેવામાં પસંદગી પામનાર તેજસ્વી વિદ્યાર્થીઓમાં નીચે મુજબના નામ સામેલ છે:
હડિયા રવિ
વાણીયા ઋત્વિક
વાઘેલા હિતેશકુમાર
સિસારા દિવ્યેશ
રાયજાદા યશરાજસિંહ
વાળા ગૌતમ
વાળા ભરતભાઈ
મેવાડા વિક્રમ
જાજડા કુણાલભાઈ
ગોરૈયા ધવલ
સાંડીશ કૌશિક
અને બરાલ વૈદિક નો સમાવેશ થાય છે
આ ભવ્ય સફળતા બદલ શ્રી કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળના પ્રમુખશ્રી હિંત્તમભાઈ ગોડા, સંચાલક તથા મંત્રીશ્રી ડૉ. રાજેશભાઈ ખીમાણી અને ટ્રસ્ટીશ્રી હરેશભાઈ પંડ્યાએ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, સંસ્થામાં આપવામાં આવતું ગુણવત્તાસભર શિક્ષણ, પ્રાયોગિક તાલીમ અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમના કારણે જ વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત કરી રહ્યા છે. આ સાથે જ તેમણે સંસ્થાના પ્રિન્સિપાલશ્રી, પ્લેસમેન્ટ સેલ તથા સમગ્ર ફેકલ્ટી સ્ટાફ અને સ્ટાફની કામગીરીને પણ બિરદાવી હતી.
અહેવાલના અંતે સંસ્થાના આચાર્યશ્રી ડૉ. કૃણાલ બદાણી, પ્લેસમેન્ટ સેલ, ફેકલ્ટી સ્ટાફ અને સહકર્મચારીઓએ તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

















Recent Comments