રાળગોનની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, કલાત્મકતા તથા ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવભાવ વિકસે તેવા ઉદ્દેશ્યથી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 9 તથા ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ, મહેંદી સ્પર્ધા, સાડી સ્પર્ધા તથા વેશભૂષા સ્પર્ધા યોજાઈ હતી. દરેક સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા, કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વિચારશક્તિનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાઓમાં વિભાગવાર તથા ધોરણવાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમગ્ર શાળામાં તમામ સ્પર્ધાઓના એકંદર શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિભાગવાર, ધોરણવાર તેમજ સમગ્ર શાળાના એકંદર પરિણામના આધારે કુલ આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ ઇનામપાત્ર બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.
સમગ્ર શાળામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓમાં:
સાડી સ્પર્ધા: સોંડાગર રોશનીબેન કિરણભાઈ (ગામ: રતનપર) અને બારૈયા ખુશીબેન ભાવેશભાઈ (ગામ: રતનપર)
મહેંદી સ્પર્ધા: હડિયા ધ્રુવિશાબેન લાલજીભાઈ (ગામ: ઓથા) અને મકવાણા પ્રતીક્ષાબેન હરેશભાઈ (ગામ: ઠાડચ)
વેશભૂષા સ્પર્ધા: લાધવા રુદ્રભાઈ કનુભાઈ (ગામ: રાળગોન) અને કામળીયા ધ્યાનશીબેન પ્રતાપભાઈ (ગામ: કોટિયા)
વેસ્ટમાંથી બેસ્ટ: સરવૈયા ધૈર્યરાજ છત્રપાલસિંહ (ગામ: ચોક) અને નાકરાણી દેવાંશીબેન મુકેશભાઈ (ગામ: બગદાણા)
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, ટીમભાવના અને પ્રસ્તુતિકૌશલ્યનો વિકાસ થાય તેવો હેતુ સફળતાપૂર્વક સિદ્ધ થયો હતો. શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું.
શાળાના જવાબદારશ્રીઓએ જણાવ્યું હતું કે આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને તેમની અંદર રહેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે.
*ચાલો, સાથે મળી ઉજવીએ સર્જનાત્મકતાનો



















Recent Comments