અમરેલી

પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે પ્રથમ વાલી મીટિંગ યોજાઈ ખોડલધામ સસ્થાપક નરેશભાઈ પટેલ ના ૬૧ જન્મદિને રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે પ્રથમ વાલી મીટિંગ યોજાઈ પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલય ખાતે દીકરીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓ સાથે સંવાદ સાધવાના હેતુથી પ્રથમ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના ૬૧ મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવાના આ કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈને કુલ ૬૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વાલીઓ તથા દીકરીઓ સાથે આત્મીય વાર્તાલાપ કરી શિક્ષણ, સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ અને સમાજ પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ખોડલધામ ઝોન અધ્યક્ષ બાવકુભાઈ ઉધાડ, ખોડલધામ ટ્રસ્ટી  વસંતભાઈ મૌવલિયા, ગજેરા કેમ્પસના  ચતુરભાઈ ખૂંટ, જિલ્લા પંચાયત સદસ્ય નરેશભાઈ ડોંડા, ભોજલરામ નાગરિક શરાફી મંડળીના  ગોરધનભાઈ ગેડીયા, પરમાર્થ ટ્રસ્ટ  ભરતભાઈ માંગુકિયા,  ગુણવંતભાઈ ભંડેરી, ઘનશ્યામભાઈ રાઠોડ, સતીશ બાપુ, પ્રિતેશભાઈ નારોલા,  હરજીભાઈ નારોલા,  પરેશભાઈ ભીંગરાડિયા, સવજીભાઈ પરમાર,  ભરતભાઈ બોદર,  કરમશીભાઈ બોખા, ટ્રસ્ટી  મુકેશભાઈ ડોંડા, નટુભાઈ સુતરીયા, સંચાલક  બટુકભાઈ શિયાણી તથા આચાર્ય વિપુલભાઈ વોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts