ભાવનગર

કવિ દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ૧૫૦ વિદ્યાર્થીઓને પેન્સિલકીટ અને લંચબોક્સનું વિતરણ

ભાવનગર : કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અંજનાબેન ગઢવીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નં. ૪૮ ખાતે અભ્યાસ કરતા આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને પેન્સિલ કીટ તથા લંચબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના સેક્રેટરી ઈશભાઈ કાગના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ તકે શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ના જીવન અને સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમણે કાગબાપુની લોકપ્રિય રચના ‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે…’ વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે આ કૃતિનો અભ્યાસ વિદ્યાર્થીઓને આગામી ધોરણોમાં અભ્યાસક્રમના ભાગરૂપે પણ કરાવવામાં આવશે.

શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉપયોગી સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ બદલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અંજનાબેન ગઢવીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ આવી લોકોપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts