ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે અમરેલી તાલુકાના મોટા માચીયાળા
ગામે જુગાર અંગે રેઇડ દરમિયાન છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના
વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી
પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં
આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મુસ્તાકભાઇ ઉર્ફે ઝાડવો મહંમદભાઇ કુરેશી, ઉ.વ.૪૧, રહે.મોટા માચીયાળા,
તા.જિ.અમરેલી, મુળ રહે.લાઠી, આયર શેરી, તા.લાઠી, જિ.અમરેલી.
(૨) અમીતભાઇ જેઠાભાઇ જાદવ, ઉ.વ.૩૨, રહે.લાઠી, નાની બજાર, મકવાણા શેરી,
તા.લાઠી, જિ.અમરેલી
(૩) શાંતિભાઇ રાઘવભાઇ સોલંકી, ઉ.વ.૩૬, રહે.લાઠી, નાની બજાર, લુવારીયા ગેઇટ,
તા.લાઠી, જિ.અમરેલી
(૪) સફરાજભાઇ ઉર્ફે સફુ સાહીલભાઇ સેતા, ઉ.વ.૩૪, રહે.લાઠી, સેતાપાટી, તા.લાઠી,
જિ.અમરેલી
(૫) સફરાજભાઇ ફેજુભાઇ મલેક, ઉ.વ.૪૦, રહે.લાઠી, મહાવીરનગર, કેરીયા રોડ,
તા.લાઠી, જિ.અમરેલી
(૬) પરેશભાઇ કરશનભાઇ બતા, ઉ.વ.૩૪, રહે.લાઠી, શીવાજી ચોક, આયર શેરી,
તા.લાઠી, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૪૬,૬૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૪૬,૬૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ,
રાહુલભાઇ ચાવડા, ગીરીરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ. સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ
મુંધવા દ્વારા કરવામાં આવેલ છે.

















Recent Comments