ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ, ભાવનગર દ્વારા પ્રાકૃતિક કૃષિના
પ્રોત્સાહન અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુથી કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આત્માના અધિકારી શ્રી અજીતસિંહ ગોહિલે પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિદ્ધાંતો, મૂલ્યવર્ધન તેમજ
કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, તાલુકા પ્રોજેક્ટ મેનેજર, જેસર – ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના શ્રી વિજયભાઈ
બંધિયાએ પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અને તેના લાભોની માહિતી આપી હતી.
ગ્રામ સેવક શ્રી ભાવસિંહ ઝાલાએ ખેડૂતોને કૃષિલક્ષી સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ અપનાવી સફળતા મેળવનાર પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ રાદડિયાએ પોતાના અનુભવો
રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગામના સરપંચ અને ઉપસરપંચ, કૃષિ સખી તેમજ સી.આઈ.પી.
ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓએ હાજરી આપી પ્રાકૃતિક કૃષિ અંગેની ઉપયોગી માહિતી
મેળવી હતી.
જેસરના તાતણીયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક કિસાન ગોષ્ઠિ યોજાઈ
















Recent Comments