અમરેલી

બગસરા-ચલાલા માર્ગ પર હાલરિયા મેજર બ્રિજ ભારે વાહનો માટે બંધ : નિવાસી અધિક કલેક્ટરનું જાહેરનામું

બગસરા તાલુકાના હાલરિયા ગામ નજીક બગસરા-ચલાલા-સાવરકુંડલા રોડ પર આવેલા રોડ કિ.મી ૧૪ પર આવેલા ૧૧ બાય ૫૯ મીટર મેજરબ્રીજની જર્જરીત સ્થિતિને ધ્યાને લઈને લોકોની સલામતી અને સુરક્ષાના હિતમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ મેજર બ્રિજ પરથી પસાર થતા ભારે વાહનો માટે ટ્રાફિકની અવર-જવર સંપૂર્ણ બંધ કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી)  હેઠળ જાહેરનામું પ્રસિદ્ધી કર્યુ છે. આ જાહેરનામા મુજબ ભારે વાહન ચાલકોએ તા. ૧૫મી જુલાઈ, ૨૦૨૬થી હામાપુર,ભાયાવદર-ડાંગાવદર-ધારી-ઝર-મોરઝર-ચલાલા રસ્તા પરથી પસાર થવાનું રહેશે.

આ હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવેલ શિક્ષા કરવામાં આવશે.

Related Posts