અમરેલી

લાઠી જોગાણીના કેરાળા ગામે સમસ્ત જોગાણી પરિવારનું ઐતિહાસિક મહાસંમેલન યોજાયું, ટ્રસ્ટ રચનાનો સર્વાનુમતે નિર્ણય

લાઠી  તાલુકા જોગાણીના કેરાળા ગામે સમસ્ત જોગાણી પરિવારનું ઐતિહાસિક મહાસંમેલન યોજાયું, ટ્રસ્ટ રચનાનો સર્વાનુમતે નિર્ણય જોગાણીના કેરાળા ગામે શ્રી ગેલ માતાજીના પવિત્ર સાનિધ્યમાં સમસ્ત જોગાણી પરિવારનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. શ્રી ગેલ માતાજીની કૃપા, વડીલોના આશીર્વાદ તેમજ માતાઓ, બહેનો અને ભાઈઓની વિશાળ ઉપસ્થિતિમાં સમાજની એકતા અને સંગઠન માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.કાર્યક્રમની શરૂઆત ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક શ્રી ગેલ માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી. મંદિર પ્રાંગણમાં માતાજીની આરાધના સાથે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સમસ્ત જોગાણી પરિવાર ટ્રસ્ટના માધ્યમથી સમાજના આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કાર્યોને વધુ વેગ આપવામાં આવશે. ટ્રસ્ટ સાથે 84 ગામ, 30 શહેર અને 10 દેશોમાં વસતા જોગાણી પરિવારના સભ્યોને મા ગેલ માતાજીની એક છત્રછાયા હેઠળ સંગઠિત કરવામાં આવશે.ટ્રસ્ટના સંચાલનમાં દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા તેમજ દેશમાંથી પ્રતિનિધિઓને ટ્રસ્ટી તથા વિવિધ સમિતિઓમાં સ્થાન આપવામાં આવશે, જેથી સમગ્ર સમાજના સહયોગથી સેવા અને સદ્કાર્યોને નવી દિશા મળી શકે.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પરિવારજનોએ શ્રી ગેલ માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ સૌએ સાથે મળીને મહાપ્રસાદ (સામૂહિક ભોજન) ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક આસ્થા, ભાઈચારો અને સમાજની એકતાનું પ્રેરણાદાયી પ્રતિક બન્યો હતો.અંતમાં આયોજકો દ્વારા દેશ-વિદેશમાં વસતા સમસ્ત જોગાણી પરિવાર, વડીલો, માતાઓ, બહેનો, યુવાનો તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Related Posts