અમરેલી

સાવરકુંડલાની શ્રી વિઠ્ઠલેશ ગૌશાળા ખાતે ગૌમાતા માટે લીલા ઘાસચારાનું દાન

બદલ શ્રી મહાપ્રભુજી બેઠકજી પરિવાર તેમજ ગૌશાળા તંત્ર દ્વારા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

​આપણી ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું સ્થાન અત્યંત અનુપમ અને પૂજનીય રહ્યું છે. શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ ગાયો અતિ પ્રિય હતી, તેથી જ ગૌમાતાના નિમિત્તે કરવામાં આવતું કોઈપણ સેવાકાર્ય વ્યક્તિને અનેકગણું પુણ્યફળ પ્રદાન કરે છે.

​નાવલી નદીના તીરે આવેલું શ્રી મહાપ્રભુજી બેઠકજી સાવરકુંડલા અને આસપાસના વિસ્તાર માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓના કુશળ માર્ગદર્શન હેઠળ સતત ભાવભક્તિપૂર્વક ધાર્મિક તેમજ સામાજિક સેવાકીય કાર્યો વેગવંતા બન્યા છે. ગૌશાળામાં ગૌમાતાની યોગ્ય સંભાળ અને નિભાવ માટે અવારનવાર ભક્તો અને દાનવીરો તરફથી આવી જ રીતે યોગદાન પ્રાપ્ત થતું રહે છે.

​હસુભાઈ રાદડિયા અને વિનુભાઈ વડેરાના આ ઉત્તમ અને પ્રેરણાદાયી સેવાકાર્યને સ્થાનિક વૈષ્ણવ સમાજ તેમજ નગરજનો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું છે.

Related Posts