અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થવાની છે. આ અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ યોગના સંદેશને જન – જન સુધી પ્રસરાવવા માટે તા. ૦૯મી ઓગસ્ટના રોજ અમરેલીના ચિત્તલ રોડ પરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિ ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત આયોજિત આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર, કોચ અને સ્થાનિક નાગરિકો પણ જોડાશે. આ કાર્યક્રમ સવારે ૬ કલાકથી પ્રારંભ થશે.
આ યોગ શિબિરના માધ્યમથી લોકોને રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.

















Recent Comments