અમરેલી

સાવરકુંડલામાં રઘુવંશી સમાજ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ‘નાગપાંચમ’ની ઉજવણી કરાઈ

​પરંપરાગત રીતે પૂજન-અર્ચન, આગલા દિવસે રાંધેલા વાસી ખોરાકનું ગ્રહણ અને કથા-શ્રવણ સાથે ધાર્મિક પર્વ ઉજવાયું

​———————————————————-

આજરોજ રઘુવંશી સમાજ દ્વારા પવિત્ર ધાર્મિક પર્વ **’નાગપાંચમ’**ની ખૂબ જ શ્રદ્ધા, ભાવ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સમાજના લોકોએ એકત્રિત થઈ નાગદેવતાના પૂજન-અર્ચન કરી તેમની કૃપા મેળવી હતી.

​આ ધાર્મિક પર્વ નિમિત્તે રઘુવંશી સમાજની મહિલાઓએ પવિત્રતા અને મર્યાદાનું પાલન કરીને નાગપૂજન કર્યું હતું. પરંપરા મુજબ મહિલાઓએ આગલા દિવસે જ વિવિધ પ્રકારના કઠોળ પલાળી રાખ્યા હતા. આજરોજ વહેલી સવારે સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી, પવિત્ર થઈને વિધિવત રીતે નાગદેવતાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

​શ્રીફળ, દૂધ અને કાચા કઠોળનો ધરાવાયો ભોગ

​પૂજન વિધિ દરમિયાન નાગદેવતાને

​શ્રીફળ, દૂધ અને નાગલા અર્પણ કરવામાં આવ્યા હતા.

​અગાઉથી પલાળેલા કાચા અનાજ અને કઠોળનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

​તમામ ભક્તોએ પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

​આજના પવિત્ર દિવસે રઘુવંશી સમાજમાં એકટાણું કરવાનો વિશેષ મહિમા છે.  જેથી એકટાણામાં બાજરાનો રોટલો અને ગઈકાલે રાંધેલું શાક જ ગ્રહણ કરવામાં આવે છે. જ્યારે સાંજના સમયે ગઈકાલે તૈયાર કરેલું ફરાળ ગ્રહણ કરવાની પ્રાચીન પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જાળવી રાખવામાં આવી છે.

​પૂજન-અર્ચનની સાથે સાથે મહિલાઓ તથા શ્રદ્ધાળુઓએ નાગદેવતાની કૃપા અને મહીમા દર્શાવતી પૌરાણિક વાર્તાઓનું ખૂબ જ ભક્તિભાવપૂર્વક કથન અને શ્રવણ કર્યું હતું. સમગ્ર રઘુવંશી સમાજમાં આજના દિવસે ધાર્મિક અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Related Posts