અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ કુલ કિં.રૂ.૨૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના
આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જુગારની
ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા
સુચના અને માર્ગદર્શન આપેલ હતું,

અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે અમરેલી શહેરમાં જગુપુલ પાસે, વરૂડી ગામ
જવાના રોડ ઉપર જુગાર અંગે રેઇડ દરમિયાન ત્રણ ઇસમોને જાહેરમાં પૈસા તથા
ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર
સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ જુગાર ધારા મુજબ ધોરણસર
કાર્યવાહી કરવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) સંજયભાઇ હરિભાઇ ગોહિલ, ઉ.વ.૪૭, રહે.અમરેલી, જેસીંગપરા, તા.જિ.અમરેલી.
(૨) વિજયભાઇ અરવિંદભાઇ મકવાણા, ઉ.વ.૩૦, રહે.અમરેલી, જેસીંગપરા,
તા.જિ.અમરેલી.
(૩) બિપીનભાઇ હિંમતભાઇ વસાવડા, ઉ.વ.૩૬, રહે.અમરેલી, જેસીંગપરા,
તા.જિ.અમરેલી.
 પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૪,૭૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૨૪,૭૦૦/- નો મુદ્દામાલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. ગીરીરાજસિંહ જાડેજા,

રાહુલભાઇ ચાવડા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. સલીમભાઇ ભટ્ટી, મહેશભાઇ મુંધવા,
કિશનભાઇ આસોદરીયા, રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts