“સરકારે નાગરિક અધિકાર પત્ર થી કાર્ય નિકાલ ભલે નિર્દિષ્ટ કર્યો હોય પણ દરેક કામ માં કમિશન માટે ભારે તુમાર”
અમરેલી માં રાજ્ય ની ભાજપ સરકાર ના પૂર્વ મંત્રી એમની જ સરકાર સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા જઈ રહ્યા છે ત્યારે અનેક સવાલો સ્વાભાવિક થાય શું જૂના પીઢ નેતા અને એ પણ ગુજરાત રાજ્ય ના પૂર્વ કૃષિ મંત્રી એ રેવન્યુ પ્રશ્ને આંદોલન કરવું પડે એ કેવું કહેવાય ? શું કૃષિ મંત્રી ગેરકાયદે કામ ને લઈ તો ઉપવાસ કરે નહી એક સર્વોદય કાર્યકર થી ત્રણ ટર્મ ધારાસભ્ય પદ અને રાજ્ય ના મંત્રી મંડળ સુધી સેવા આપી હોય તેની આવી સ્થિતિ હોય ત્યારે સામાન્ય અરજદારો ની હાલત કેવી હોય ? આટલી બધી તાનાશાહી ઉપર વ્યવસ્થા તંત્ર ઉતરી ગયું હોય ત્યારે અન્યાય માંથી જ જન્મે છે આંદોલન નું અનર્થ આ ૨૦% કમીશન વાળી સરકાર છે.અરજદારોએ અને અધિકારીઓએ કમલમમાં અને ભાજપના નેતાઓને હપ્તા ફરજિયાત પહોંચાડવા પડે છે ૧૦ તારીખે આપ ઉપવાસ પર બેસી શકો(ત્યાં સુધી મક્કમ રહી શકો) તો ખુશી થશે સંવેદનશીલ સરકાર મૃદુ અને મક્કમ સરકાર ભરોસા ની સરકાર આવા અનેક સ્લોગન સાથે સરકારે દરેક વિભાગો માટે નાગરિક અધિકાર પત્ર થી ભલે કાર્ય નિકાલ નિર્દિષ્ટ કર્યો હોય પણ લોકો ના કામ સમય મર્યાદા માં થતા નથી દરેક કામ માં ભારે તુમાર કરી કમિશન લેવા ની સિસ્ટમ વિકસી છે અને સરકાર ને સરકાર સારી હોવા નો ભ્રમ છે



















Recent Comments