અમરેલી

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા સાવરકુંડલા તાલુકાના હોદ્દેદારોની નિમણૂક: જ્ઞાતિની વિવિધ યોજનાઓ છેવાડાના સમાજ સુધી પહોંચાડવા મક્કમ નિર્ધાર

શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી તથા ભાવનગર વિભાગ (ઝોન-૪)ના પ્રમુખ શ્રી સુમિતભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ લોહાણા સમાજના દરેક વર્ગ અને છેવાડાના પરિવાર સુધી મહાપરિષદની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવાના હેતુથી તાલુકા વાઈઝ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે.

​આ આયોજનના ભાગરૂપે સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના પ્રમુખ શ્રી જગદીશભાઈ માધવાણી, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શિંગાળા તથા ટ્રસ્ટીગણ સાથે વિશેષ બેઠક યોજીને સાવરકુંડલા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

​સાવરકુંડલા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો:

​પ્રમુખ: શ્રી વિજયભાઈ વી. વસાણી

​ઉપપ્રમુખ: શ્રી હસુભાઈ બી. સૂચક

​મંત્રી: શ્રી સાગરભાઈ ડી. મશરૂ

​સહ મંત્રી: શ્રી સાગરભાઈ એમ. કોટક

​યોજનાઓનો મહત્તમ લાભ પહોંચાડવા સંકલ્પ

​શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણીની સૂચના અનુસાર, ભાવનગર ઝોન-૪ પ્રમુખ શ્રી સુમિતભાઈ ઠક્કર દ્વારા સાવરકુંડલા લોહાણા મહાજન ટ્રસ્ટના પૂર્ણ સહયોગથી આ નિમણૂકો કરવામાં આવી છે. આ નવી ટીમ સાવરકુંડલા તાલુકાના લોહાણા સમાજ માટે મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય તથા આર્થિક સહાય સહિત મહાપરિષદની તમામ યોજનાઓ સુવ્યવસ્થિત રીતે અને પારદર્શક રીતે પહોંચાડવાની કામગીરી સંભાળશે.

​નવનિયુક્ત હોદ્દેદારોને સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ તથા જ્ઞાતિજનો તરફથી ઉત્તરોત્તર પ્રગતિ અને સમાજસેવાની નવી ઊંચાઈઓ સર કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Posts