અમરેલી

અમરેલી જિલ્લાનો લીસ્ટેડ પ્રોહીબીશન બુટલેગર્સ તથા હીસ્ટ્રીશીટર નાસતા ફરતા આરોપીને બોટાદ જિલ્લા ખાતેથી ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

મમ્હે.પોલીસ મહાનિરિક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓની રાહબારી હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ જીલ્લા ખાતે ગંભીર પ્રકારના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંઘાને અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.૨.નં.-૧૧૧૯૩૦૫૩૨૬૦૦૫૧/૨૦૨૬ બી.એન.એસ.એક્ટની કલમ-૧૨૫(એ,બી), ૨૮૧ તથા એમ.વી.એક્ટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબનાં ગુન્હાનો નાસતો-ફરતો આરોપીને ચોક્કસ બાતમી આધારે બોટાદ ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી અર્થે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગત.

ઈરફાન ઉર્ફે ટાલડી મહમદભાઇ ખીમાણી, ઉ.વ.૪૨, ધંધો-નિવૃતિ, ૨હે.હાલ બોટાદ, અમન ટાવરપાસે, મહમદનગર સોસાયટી, તા.જિ.બોટાદ મુળ રહે.અમરેલી.

પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ.

ઈરફાન ઉર્ફે ટાલડી મહમદભાઈ ખીમાણી-અમરેલી જિલ્લાનો લીસ્ટેડ પ્રોહી.બુટલેગર્સ તથા હિસ્ટ્રીશીટર છે. તેના વિરૂધ્ધમાં ભુતકાળમાં ખુનના બે કેસ, હથિયાર ધારાના ચાર કેસ, અપહરણ, મારા-મારી, એટ્રોસીટી તથા ઈંગ્લીશ દારૂના કબ્જા અને ફેર-ફેર સહિતના કુલ-૨૮ ગુનાઓ નોંધાયેલ છે. તદ્ઉપરાંત મજકુર ઈસમ વિરૂધ્ધ અગાઉ સને ૨૦૦૯, ૨૦૧૭ તથા ૨૦૧૯ માં પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે મોકલી આપવામાં આવેલ હતો.

આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.જી.ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ.જાવીદભાઈ ચૌહાણ, હેડ કોન્સ. જીગ્રેશભાઈ પોપટાણી તથા પોલીસ કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ તથા સ્વાગતભાઈ કુંવરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts