અમરેલી

દેશભક્તિના સુરોથી ગુંજ્યું અમરેલી, પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા દેશભક્તિ ગીતોની સિંગિંગ સ્પર્ધા યોજાઈ

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી ખાતે યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા દેશભક્તિ ગીતોની સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક દીપક હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓયુવાનો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં સ્પર્ધકોએ દેશભક્તિના લોકપ્રિય ગીતોની સુંદર રજૂઆત કરી હતી. દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની ગુંજથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કેપ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીના આવા કાર્યક્રમો યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમએકતા અને દેશસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સંગીત જેવા સર્જનાત્મક માધ્યમ દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવાની સાથે રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે જાગૃતિ પણ વિકસે છે.

સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ટ રજૂઆત કરનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓયુવાનોમહિલાઓ તેમજ નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Posts