અમરેલી

આવી રીતે ભણશે ગુજરાત ? દામનગર સીતારામનગર પ્રા.શા નં -૪ ના વર્ગ શિક્ષક ના ધોરણ -૨ ની વિધાર્થીની સાથે અમાનુષી વર્તન અંગે ટી પી ઓ .ડી પી. ઓ સહિત પોલીસ માં રજુઆત

દામનગર આ છે સીતારામનગર પ્રાથમિક શાળા નં ૪ ના શિક્ષકો નું આચરણ ? નિર્દોષ ધોરણ -૨ ની બાળા પાયલે વાસ્તવિકતા પ્રગટ કરી શરમ કરો શરમ આ બાળા સાથે શિક્ષકે કરેલ. વર્તન નો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા શિક્ષણ સંસ્થાન સામે આવેલ સવાલો ઉઠ્યા 

દામનગર સીતારામનગર ની પ્રાથમિક શાળા નં -૪ માં ધોરણ -૨ અભ્યાસ કરતી નિર્દોષ બાળા  યુનિફોમ વગર સાદા કપડા માં સ્કૂલે આવેલ વિધાર્થીની ને જોતા શિક્ષિકા નો પારો સાત માં આસમાને ચડ્યો બાળા એ સ્પષ્ટતા કરી કે યુનિફોમ ભીનો છે પણ શિક્ષણ નો હઠ આથી બાળા ઘેર જતા વાલી એ પૂછ્યું કેમ ? ઘેર આવી ? ત્યારે બાળા એ વર્ગ શિક્ષક વર્તન અંગે જણાવતા વાલી સ્કૂલે આવ્યા અને વિનંતી કરી 

વરસાદી સીઝન હોવા થી યુનિફોમ ભીનો હોય તેથી સાદા કપડા માં આવેલ વિધાર્થી ને વર્ગ માં બેસવા દેવા વિનંતી  કરી અને આવી બાબતે માર મારવો ઉચિત છે ?  તેમ કહેતા જ બાળક ને અન્ય  સ્કૂલ માં બેસાડો તેવી ધમકી આપી યુનિફોમ ભીનો હોવા થી સાદા કપડા માં ગયેલ વિધાર્થીની ના વાલી એસ એમ સી અધ્યક્ષ અને જાગૃત વાલી છે તેમણે શાળા માં રૂબરૂ જઈ યુનિફોમ અતિ ભીનો છે બેન આજે બેસવા દયો તેવી વાત કરતા શાળા ના શિક્ષિકા અને આચાર્ય એ અન્ય સ્કૂલ માં બાળક ને દાખલ કરી દેવા ફરજ પાડી નીતિ આયોગ ના અહેવાલ પ્રમાણે દેશ માં સવા લાખ સરકારી શાળા બંધ આવી રીતે જ થઈ હશે ને ? જોર શોર થી ઊજવાતા શાળા પ્રવેશોત્સવ અને મૂલ્ય નિષ્ઠ કેળવણી માટે સરકાર દ્વારા ઉત્સાહ પ્રેરતા અભિયાનો ઉપર પાણી ફેરવવાનું ?. 

ધોરણ -૨ માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે આટલો બધો પૂર્વાગ્રહ કેમ ? શાળા માં આવતા વિધાર્થી ઓ શિક્ષક માટે આરાધ્ય દેવ સમાન હોય આવનારી ભાવિ પેઢી નું મીષ્કર્ષ આવી રીતે ઘડાશે? સમાજ ધડતર ની ખેવના આવી રીતે થશે ?   તા.૦૭/૦૮/૨૬ વાલી ને પોતાનું બાળક ઘર ફરિયાદ કરે તો મારે આવું બિહેવ કરવાનું આ માટે શિક્ષણ સેવા માં જોડાયા છો એવી આવી હલકી અને ગંદી વિચાર સરણી શિક્ષણ સંસ્થાન આવી ગઇ છે ? ટી પી ઓ ડી પો ઓ ધ્યાન આપશે ? નાસ્તિ વિદ્યા સમ ચક્ષુ એ ભૂલવું જોઈ એ આવી સામાન્ય બાબતે વિધાર્થી અને વાલી સાથે ગેરવર્તન અંગે સબંધ કરતા વિભાગ અને પોલીસ માં લેખિત રજૂઆત કરાય છે

Related Posts