અમરેલી

પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે અમરેલીમાં ઐતિહાસિક ભવ્ય યોગ શિબિર

15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા દ્વારા Sports Complex, Chital Road ખાતે વિશેષ યોગ શિબિર યોજાઈ હતી.

શિબિરમાં 700થી વધુ લોકોએ, જેમાં 5 વર્ષના બાળકોથી લઈને 80 વર્ષ સુધીના નાગરિકોનો સમાવેશ થાય છે, ઉત્સાહપૂર્વક સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. શ્રી સાગર મહેતા દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનું વિશેષ સેશન લેવામાં આવ્યું હતું.

શિબિરમાં શ્રી હર્ષિતા ગોયલ (IAS), નાકિયા સાહેબ (SDM), શ્રી પ્રખર શર્મા (DLSA સેક્રેટરી), ડૉ. નીતિન ત્રિવેદી, શ્રી જે. આર. વાળા, ડૉ. દિક્ષિતાબેન, શ્રીમતી મીનાક્ષીબેન તથા શ્રીમતી પૂનમબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દ્વારા **“સ્વસ્થ નાગરિક – સશક્ત રાષ્ટ્ર”**નો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી, સ્ટેટ કો-ઓર્ડિનેટરશ્રી, ઝોન કો-ઓર્ડિનેટરશ્રી, અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા તથા અમરેલી જિલ્લાના યોગ ટ્રેનર્સ અને સમગ્ર આયોજક ટીમ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી.

Related Posts