ભાવનગર

શિશુવિહાર બાળ પુસ્તકાલય દ્વારા કેલેન્ડર નિર્માણ અંતર્ગત લોક નૃત્ય વિષયે ચિત્ર સ્પર્ધા યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થા, ભાવનગરના બાળ પુસ્તકાલય દ્વારા ૧૬મા વર્ષના કેલેન્ડર નિર્માણ અંતર્ગત શહેરની  શાળાના 70 બાળકોએ લોક નૃત્ય’ વિષય પર શિશુવિહાર સંસ્થા ખાતે વિશેષ ચિત્ર નિર્માણ કાર્યક્રમમાં ભાગ લીધેલ.

આ કાર્યક્રમમાંથી પસંદ પામેલા ઉત્તમ ચિત્રોના વિદ્યાર્થીના નામ, ફોટો અને શાળાના નામ સાથે સંસ્થાના વાર્ષિક કેલેન્ડરમાં પ્રકાશિત કરવામાં આવશે તેમજ પસંદગી પામનાર વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજી વિશેષ પુરસ્કારથી સન્માનિત કરાશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમ માં શ્રી અશોકભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ગોહિલ, યોગેશભાઈ વેદાની, રાકેશભાઈ ઉજ્જૈનિયાની તથા શિશુવિહાર ની ટીમે સેવા આપી સમગ્ર કાર્યક્રમ નુ સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ એ કર્યું.

Related Posts