દામનગર ના શ્રી આંસોદર પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી આજરોજ તા.10/08/2026 ના દિવસે શ્રી આંસોદર પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ.આગવા આયોજન મુજબ પ્રાર્થના કાર્ય ક્રમ બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોએ સિંહ ના મહોરા પહેરી ડ્રમ સાથે, ગ્રામજનો સાથે મુખ્ય માર્ગો પર પ્રસ્થાન કરેલ.જેમા નારા, સૂત્રોચ્ચાર કરી લોક જાગૃતિનું કાર્ય કરેલ.બાળકો અને ગ્રામ જનોએ સિંહ પ્રત્યેની લાગણી વ્યક્ત કરેલ.સિંહ બચાવોના નારા સાથે સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સૌ એ સાથે મળી પ્રસાર કરેલ.ગામના મધ્યમાં ચોરા પાસે વિદ્યાર્થીઓ સાથે સિંહના સંરક્ષણ માટે સંકલ્પ લેવડાવવામાં આવેલ.સિંહ અને માનવ વચ્ચે આંતર સંબંધ તેમજ સિંહની સંખ્યામાં થતા વધારા વિશે સૌને માહિતગાર કરેલ.કાર્યક્રમમાં પ્રા.શાળા પરિવાર, ગ્રામ આગેવાનો એ હાજર રહી વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી.
શ્રી આંસોદર પ્રા.શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી


















Recent Comments