અમરેલી

“જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત” ઓસ્ટ્રેલિયા માં શ્રી કૃષ્ણ ભજન મંડળ ટુગનીના મેલબોર્ન મા રથયાત્રા નુ ભવ્ય આયોજન

ઓસ્ટ્રેલિયા શ્રી કૃષ્ણ ભજન મંડળ, ટ્રુગનીના, મેલબોર્ન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન તા.૧૬.૦૭.૨૬ને ગુરુવાર મેલબોર્ન: શ્રી કૃષ્ણ ભજન મંડળ, ટ્રુગનીના, મેલબોર્ન દ્વારા જગન્નાથપુરી અને અમદાવાદની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

૫૦ થી ૬૦ થી વધુ ભાવિક ભક્તોએ પૂરા ઉત્સાહ, આનંદ અને ભક્તિભાવ સાથે આ રથયાત્રામાં ભાગ લીધો હતો. ભજન-કીર્તન અને ધાર્મિક ઉત્સાહના વાતાવરણમાં ભક્તોએ ભાવપૂર્વક પાલખી ખેંચીને યાત્રાને સફળ બનાવી હતી.આ યાત્રામાં મોટા ભાગના ભક્તો અમદાવાદ, વડોદરા, મહેસાણા,સૌરાષ્ટ્ર,અને આસપાસના વિસ્તારોના વરિષ્ઠ ભારતીય નાગરિકો (સિનિયર સિટીઝન) છે જેઓ  વિઝિટર વિઝા પર ઓસ્ટ્રેલિયા આવ્યા છે. સાથે ઘણા અહીના સીટીઝન અનેપીઆર વિઝા પણ ધરાવે છે.રથયાત્રાનું આયોજન શ્રી કૃષ્ણ ભજન મંડળના મુખ્ય આયોજકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું  રમેશભાઈ પટેલ (સીટીઝન,ઓસ્ટ્રેલીયા) અશોકભાઈ કીરી શ્રીમતી મનીષાબેન દેસાઈ શ્રીમતી ગીતાબેન પટેલ 

શ્રીમતી નીતાબેન ગોવાણી શ્રીમતી મંજુલબેન ગોસ્વામીઆયોજકો તેમજ તમામ મંડળના સભ્યોએ આ યાત્રાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. ભક્તોએ પણ પૂર્ણ ઉત્સાહ સાથે સહયોગ આપ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે મેલબોર્ન માં ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા માટે આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની તેમની પ્રતિબદ્ધતા છે.યાત્રા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના આશીર્વાદ સાથે સમાપ્ત થઈ દિનેશ ભાઈ જોગાણી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, લોક દ્રષ્ટિ ચક્ષુ સુરત ની યાદી માં જણાવ્યું હતું

Related Posts