અમરેલી

“અમરેલી ખાતે પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓ,  ભાવનગર ઝોન દ્વારા “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬” ના અમલીકરણ અંગે પ્રાદેશિક સ્તરીય વર્કશોપ સંપન્ન”

નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-૨૦૨૬” (SWM Rules – 2026) ના સુચારૂ અને અસરકારક અમલીકરણ અર્થે પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ, અમરેલી ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માન. પ્રાદેશિક કમિશ્નરશ્રી સુનીલ (IAS) તેમજ અધિક કલેક્ટરશ્રી ડી. એન. સતાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં ભાવનગર ઝોન હેઠળની વિવિધ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, સિટી મેનેજરશ્રીઓ (SWM & IT), સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા ઝોનલ મેનેજરશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વર્કશોપ દરમિયાન ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GEMI)ના DEE શ્રી પરેશ ચાવડા દ્વારા SWM Rules – 2026 અન્વયે ચૂંટાયેલી પાંખની ભૂમિકા અને જવાબદારીઓ, બલ્ક વેસ્ટ જનરેટર (BWG) ની જવાબદારીઓ, EBWGR સર્ટિફિકેટ તેમજ CPCB પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ કન્સેપ્ટ બાયોટેક અને કચ આઝાદી ફાઉન્ડેશન, વડોદરાના પ્રોપ્રાઈટર ડૉ. સુનીત ડબકે દ્વારા કચરાનું ૪ પ્રકારમાં વર્ગીકરણ, બલ્ક વેસ્ટ જનરેટરની ઓળખ અને નોંધણી, કચરો ઉત્પન્ન કરનાર અને શહેરી સ્થાનિક સંસ્થાઓની જવાબદારીઓ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો અન્વયે કરવાની થતી કામગીરી વિશે સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં B.A. પ્રેરણા ગ્રુપ ઓફ કંપનીઝ, સુરતના શ્રી નિરજ મીઠાણી દ્વારા ડમ્પ સાઇટની ઓળખ તથા ડમ્પ કચરાના નિકાલ અને વ્યવસ્થાપનનું યોગ્ય આયોજન કરવા અંગેનું ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપના માધ્યમથી નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ, કાયદાકીય જોગવાઈઓના પાલન અને પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Related Posts