ગુજરાત

ગાંધીનગરના કુડાસણ ખાતે ‘ગરવી ગુર્જરી’ના નવીન શોરૂમનું ઉદ્ઘાટન કરતાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ

ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકળા વિકાસ નિગમ લિમિટેડ સંચાલિત પ્રસિદ્ધ બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ના અદ્યતન નવીન શોરૂમનું ઉદ્ઘાટન આજે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલના હસ્તે અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરના કુડાસણ ખાતે કરવામાં આવ્યું હતું. આ નવીન શોરૂમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની પરંપરાગત હસ્તકળા, હાથશાળ વણાટકામ તેમજ આદિવાસી કળા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપીને સ્થાનિક કારીગરો-કલાકારોને સશક્ત બનાવવાનો છે.

આ પ્રસંગે મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘હેન્ડલૂમ’ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને સાકાર કરવા માટે આપણી મૂળભૂત સાંસ્કૃતિક ઓળખ સમાન આ કળાઓ લુપ્ત ન થાય તે માટે સરકાર કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. રાજ્યના પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓના કારીગરો આજે પણ અથાક મહેનત કરીને આપણી પરંપરાગત કળાઓને જીવંત રાખી રહ્યા છે. આ નવા શોરૂમ દ્વારા એવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગુજરાત સહિત દેશ અને વિદેશના નાગરિકો પણ અહીંના ઉત્પાદનોનો લાભ લઈ શકશે. આ પહેલથી નવી પેઢી પણ પ્રેરણા મેળવશે અને હસ્તકળા ક્ષેત્રે રોજગારી વધુ મજબૂત બનશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ નવા શોરૂમમાં ગુજરાતની પરંપરાગત હાથશાળ વણાટ, હસ્તકળા, ભરતકામ, માટીકામ, મેટલ આર્ટ, ગૃહ સુશોભનની કલાત્મક વસ્તુઓ તેમજ આદિવાસી કળા-કારીગરીની વિશિષ્ટ ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. આ પહેલ દ્વારા લુપ્તપ્રાય પરંપરાગત કળાઓને જાળવી રાખવાની સાથે સ્થાનિક કારીગરો અને કલાકારોને યોગ્ય બજાર, ઓળખ અને આત્મનિર્ભરતાની નવી તકો પૂરી પાડવામાં આવશે. આમ, ‘ગરવી ગુર્જરી’ માત્ર શોરૂમ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ કલા-સંસ્કૃતિ, પરંપરાગત કારીગરી અને સ્થાનિક કારીગરોની પ્રતિભાનું જીવંત પ્રતિબિંબ છે.

આ પ્રસંગે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ સચિવ-કમિશનર શ્રી મોહમ્મદ સાહિદ, ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ ગરવી ગુર્જરીના એમ.ડી. શ્રીમતી આદ્રા અગ્રવાલ સહિત અધિકારીઓ, કલાપ્રેમીઓ અને ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-૨૦૨૬ દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં ૭૨.૪૭ લાખ હેક્ટર એટલે કે આશરે ૮૫ ટકા વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં ૫૭ ટકાથી વધુ યોગદાન રહ્યું છે.

રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ ૨૧.૨૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના ૮૯% છે અને ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું ૨૦.૪૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ ૧૦૭% વાવેતર પૂર્ણ થયું દર્શાવે છે.

ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના ૧૦૦ ટકાને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ ૩ લાખ હેક્ટરમાં (૧૦૭%) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર ૮૪,૫૧૦ હેક્ટરમાં (૧૦૩%) સંપન્ન થયું છે.

સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું ૨.૬૮ લાખ હેક્ટરમાં (૯૫%), તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટરમાં (૯૩%), ડાંગરનું ૭.૬૧ લાખ હેક્ટરમાં (૮૬ ટકા), બાજરીનું ૧.૫૧ લાખ હેક્ટરમાં (૮૪ ટકા) અને શાકભાજીનું ૨.૧૭ લાખ હેક્ટરમાં (૮૧ ટકા) વાવેતર થઈ ચૂક્યું છે.

રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ ૧૧.૯૯ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૭ ટકા વાવેતર નોંધાયું છે. જેમાં ૭.૬૧ લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને ૨.૬૮ લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર ૧૨,૪૦૨ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા ૬,૫૮૧ હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે.

કઠોળ પાકોનું કુલ વાવેતર ૩.૫૭ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતરની સરખામણીએ ૮૬ ટકા સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે તુવેરનું ૨.૩૮ લાખ હેક્ટર (૯૩%) અને અડદનું ૮૪,૫૧૦ હેક્ટર (૧૦૩%) વાવેતર થયું છે. જ્યારે મગનું વાવેતર ૨૫,૩૦૧ હેક્ટર (૪૫%) અને મઠનું વાવેતર ૮,૬૭૩ હેક્ટર (૫૯%) નોંધાયું છે.

તેલીબિયાં પાકોનું કુલ વાવેતર ૨૫.૯૩ લાખ હેક્ટર એટલે કે, સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૮૮% નોંધાયું છે. જેમાં, મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર હાલ ૨.૩૮ લાખ હેક્ટર અને તલનું વાવેતર ૧૪,૫૮૧ હેક્ટરમાં થયું છે.

અન્ય પાકોમાં, ઘાસચારાનું ૭.૨૧ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના ૭૧% થાય છે. જ્યારે, ગુવાર સીડનું ૩૪,૭૬૨ હેક્ટરમાં એટલે કે, ૪૦% વાવેતર પૂરું થયું છે.

Related Posts