અમદાવાદ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દિ અને અખંડ દિપ પ્રાગ્ટય શતાબ્દિ વર્ષ નિમિત્તે શ્રી ગાયત્રી મંદિર શાસ્ત્રી નગર દ્વારા એક દિવસીય મૌન સાધના શિબિરનું આયોજન તા.૯-૮-૨૦૨૬ રવિવાર સવારે ૮-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી પ્રગતિનગર હોલ,નારણપુરા ખાતે યોજાયુ હતું આ પ્રસંગે ઓલ ઈન્ડીયા રેડિયોના ડાયરેક્ટર શ્રી ચૌહાણ દ્વારા દિપ પ્રાગ્ટય કરી શુભારંભ કર્યો હતો અને સાંજે સમાપન ગાયત્રી પ્રજ્ઞા પીઠના વ્યવસ્થાપક ડૉ.રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા મૌન સાધનામાં જોડાયેલા સૌને પ્રમાણ પત્ર એનાયત કર્યા હતા.અને પ્રેરણા દાયક મનનીય માર્ગદર્શન આપ્યું હતું વધુમાં વિદિત થાય કે સદર કાર્યક્રમથી પ્રેરાઈને વધુ માંગણી આવતાં આગામી તા.૨૨ ઓગષ્ટ તથા તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના ઉપરોક્ત સ્થળે આયોજન કરેેલ છે જે કોઈને જોડાવવું હોય તેઓએ.સંપર્ક:ગાયત્રી મંદિર શાસ્ત્રીનગર ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવું.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દિ એ મૌન સાધના શિબિર યોજાય


















Recent Comments