અમરેલી

TRB (ટ્રાફિક બ્રિગેડ) ના જવાનોના છેલ્લા ૨ મહિનાના બાકી પગારની ચૂકવણી કરવા બાબત

ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા TRB જવાનોના છેલ્લા ૨ મહિનાથી પગાર બાકી છે, જેને લઈને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પ્રશ્ને અગાઉ તા. ૦૨/૦૮/૨૦૨૬ ના રોજ દાહોદ કંટ્રોલ રૂમ અને એસ.પી. ઓફિસને ઈમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

​પ્રાપ્ત વિગતો મુજબ આ અરજી દાહોદ કંટ્રોલ રૂમના કર્મચારીશ્રી કૈલાશબેન ભાવસિંહ રાઠોડ (બેજ નં. ૫૦૬) દ્વારા રિસિવ કરવામાં આવી હતી. પરંતુ, અઠવાડિયાથી વધુ સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જે વહીવટી લાપરવાહી દર્શાવે છે.

Related Posts