વન વિભાગ (ગુજરાત રાજ્ય) અને વન્ય પ્રાણી વિભાગ (સાસણ-ગીર) ના ઉપક્રમે તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિત્તે શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ – જૂનાસાવર દ્વારા એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશી સાહેબે ગીરનો સિંહ સમગ્ર ભારતવર્ષનું ગૌરવ હોવાનું જણાવી સિંહના રક્ષણ, સંવર્ધન અને વન્યજીવ જાગૃતિ માટે કટિબદ્ધ થવા હાકલ કરી હતી, તેમજ ગીરની જૈવિક વિવિધતા વિશે માહિતગાર કર્યા હતા.
વન વિભાગ (નોર્મલ રેન્જ, સાવરકુંડલા) અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ (સાવરકુંડલા) દ્વારા વિદ્યાર્થીઓને સિંહના મહોરાં વિતરણ કરવામાં આવ્યા હતા. સવારે 9:00 કલાકે શાળાના 50થી વધુ વિદ્યાર્થીઓની આ મહારેલીને આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશી, સિનિયર શિક્ષકશ્રી ચેતનભાઈ ત્રિવેદી, શ્રી વિનોદરાય સી. વાળા, શ્રીમતી સંધ્યાબેન જાદવ, શ્રી પ્રકાશભાઈ રાઠોડ તથા સ્પેશિયલ એજ્યુકેટર શ્રી સંદીપભાઈ ત્રિવેદીએ સાથે રહીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા સ્ટાફના ઉત્સાહપૂર્વકના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. શાળાના પ્રમુખ તથા ગામના સરપંચશ્રી કલ્પેશભાઈ કાનાણીએ આ સફળ આયોજન બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.


















Recent Comments