પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ૨૫ સપ્ટેમ્બરથી ‘આંગણનો ઉત્સવ’ની ઉજવણીનો
પ્રારંભ થયો છે, જે ૩ ઓક્ટોબર સુધી યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં
તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ બાળકોને સુખડી અને ફળની
કીટનું વિતરણ કરાયું હતું. તાલુકા તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થી બાળકોને કીટ અર્પણ
કરવામાં આવી હતી.
બાળકોમાં આનંદ અને ઉત્સાહ વધે તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત,
બાળકોના પોષણ અને વિકાસ માટે સેવારત આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તથા આશા બહેનોના
સેવાકીય યોગદાનને બિરદાવતાં તેમને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં પોષણ માસ ૨૦૨૬ અંતર્ગત ‘આંગણનો ઉત્સવની ઉજવણીનો પ્રારંભ















Recent Comments