આજરોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ – ભાવનગર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં નીલકંઠ ગુરુકુલમ્ – તળાજાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર તળાજા તાલુકાનું અને નીલકંઠ ગુરુકુલમ્ નું નામ રોશન કર્યું છે.U-14, U-17 અને U-19 વયજૂથની વિવિધ વજન કેટેગરીમાં ભાવનગર જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને આ ખેલાડીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
પ્રથમ સ્થાન મેળવનાર અને રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓમાં રમણા મૌલિક અશોકભાઈ (U-14, 35 થી 40 KG), ભંમર વિશાલ રામભાઈ (U-14, 45 થી 50 KG), ગોહિલ પ્રિયદિપસિંહ વિરમદેવસિંહ (U-19, 57 થી 63 KG), રાઠોડ ભારતસિંહ નવલશંગભાઈ (U-19, 63 થી 70 KG) અને જાડેજા દેવેન્દ્રસિંહ ગંભીરસિંહ (U-19, 70 થી 75 KG).આ રમતવીરોએ ભાવનગર જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા રાજ્ય કક્ષાએ રમવા માટે જશે.આ સોનેરી સફળતા પ્રાપ્ત કરવા બદલ તમામ રમતવીરોને અને સ્પોર્ટ્સ શિક્ષક પરેશભાઈ કંટારિયાને શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.


















Recent Comments