અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રામાં મંત્રી કોશિક વેકરિયા તથા જિલ્લા પોલીસ વડા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં નાગરિકોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની લાગણી અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. વિવિધ સ્થળોએ લોકો દ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશના દરેક ઘર સુધી રાષ્ટ્રધ્વજ પહોંચે અને નાગરિકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમરેલીની તિરંગા યાત્રામાં પણ જનભાગીદારી ઉત્સાહજનક જોવા મળી હતી.
આ યાત્રાએ અમરેલીમાં એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો. બાળકો, યુવાનો, મહિલાઓ સહિત વિવિધ વર્ગના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગાની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રા અમરેલી માટે યાદગાર બની હતી.


















Recent Comments