અમરેલી

 સાવરકુંડલામાં ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ અંતર્ગત તિરંગા પૂજન

સાવરકુંડલા ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા”ના આહ્વાનને સાકાર કરવાના સંકલ્પ સાથે રાષ્ટ્રધ્વજનું પૂજન કરી તિરંગા પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

ફ્રેન્ડ સોસાયટી ખાતેથી યોજાયેલી આ અનોખી પહેલમાં તિરંગાને માત્ર એક રાષ્ટ્રધ્વજ તરીકે નહીં, પરંતુ ભારતના ગૌરવ, સ્વાભિમાન, એકતા અને શૌર્યના પ્રતિક તરીકે વંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કરી દેશભક્તિના ભાવ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો સંકલ્પ લીધો હતો.

સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરને યાદગાર બનાવતી આ પહેલમાં નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બને અને નવી પેઢી દેશના રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

તિરંગો ભારતની અખંડિતતા, શાંતિ, સમૃદ્ધિ અને વીરતાનું પ્રતિક છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરી દરેક નાગરિક પોતાના ઘર પર તિરંગો લહેરાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો.

સ્વાતંત્ર્ય પર્વના આ પાવન અવસરે આવો, આપણે સૌ સાથે મળીને “હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા”ના સંકલ્પને સાકાર કરીએ અને સમગ્ર સાવરકુંડલાને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દઈએ.

Related Posts