અમરેલી

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ‘અમૃત ગાથા અમરેલી’ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમૃત ગાથા અમરેલી’ સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમરેલી જિલ્લાની પ્રગતિને વેગ આપતાં કુલ રૂ. ૪૦૩.૨૧ કરોડના ૬૬ વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવશાળી ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતેથી દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય વીરોને આદરપૂર્વક નમન કરતા  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેઅમરેલીની ધરતી શૌર્યસાહિત્યચારિત્ર્ય અને પરોપકારની ભૂમિ છે. આ ભૂમિના લોકોએ દેશ-વિદેશમાં નામ રોશન કર્યું છે. હવે આ જિલ્લો વિકાસના માર્ગે અત્યંત ઝડપભેર આગળ વધી રહ્યો છે.

પ્રાકૃતિક કૃષિની જરુરિયાત અને મહત્તા સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કેઆજના સમયમાં કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડ્સ (જંતુનાશકો) ના અતિ ઉપયોગથી આપણી જમીન પ્રદૂષિત બની છે અને અન્નની ગુણવત્તા નબળી પડી છે. ઝેરી જંતુનાશકોના કારણે કેન્સર જેવા  રોગોનું પ્રમાણ વધ્યું છે અને પશુઓમાં પણ બીમારીઓ વધી રહી છે. આ ગંભીર ખતરા સામે જમીનને બચાવવા અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે અત્યારથી જ સંકલ્પબદ્ધ થવું અનિવાર્ય છેરાજ્યપાલશ્રીએ ઉમેર્યુ કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને દેશમાં રાષ્ટ્રીય મિશન તરીકે  શરુઆત કરાવીને નિરોગી ભવિષ્ય તરફ પ્રયાણનો માર્ગ બતાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પણ આ દિશામાં અનુકરણીય કામગીરી થઈ રહી છે. સમગ્ર ગુજરાતને ઝેરમુક્ત રાજ્ય‘ બનાવવાની નેમ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી કે આવનારી પેઢી સ્વાસ્થ્યપ્રદ જીવન જીવે તે માટે દરેક નાગરિક પોતાના ઘરમાં પ્રાકૃતિક ઉત્પાદનોનો જ ઉપયોગ કરે તે જરૂરી છે. રાજ્યપાલશ્રીએ રાજ્યના સૌ પ્રજાજનોને ૮૦માં રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં અમરેલીના ઐતિહાસિક અને સાહિત્યિક વારસાને યાદ કરતા જણાવ્યું હતું કેઅમરેલીની આ પવિત્ર ધરા રાષ્ટ્રીય શાયર અને રંગ કસુંબલના કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીશ્રી ભોજા ભગત અને સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી મુક્તાનંદ સ્વામીની કર્મભૂમિ છે. રાજવી કવિ કલાપીલોક કવિ શ્રી દુલાભાયા કાગશ્રી રમેશ પારેખ જેવા ખ્યાતનામ સાહિત્યકારો-કવિઓ પણ આ જિલ્લાએ ભેટ આપ્યા છે.

સ્વતંત્રતાની લડત દરમિયાન અમરેલીના પ્રજા મંડળ આંદોલન અને સાવરકુંડલાના શ્રી મણિલાલ ત્રિવેદીએ અસહકાર આંદોલનમાં આપેલા યોગદાનનો મુખ્યમંત્રીશ્રીએ આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આ અવસરે અમરેલી જિલ્લાને રૂ. ૪૦૩ કરોડના ૬૬ વિકાસ કામોની મળેલી ભેટનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણી અલગ અલગ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરાવી જિલ્લાઓની વિકાસ યાત્રાને ઝડપી બનાવી છે.

જિલ્લાના સર્વાંગી વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેછેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૬માં આપણે ચાંચ બંદરથી શિયાળ બેટ સુધી દરિયાની અંદર ૬ કિલોમીટરના મશિન ગ્રેડ કેબલ નાંખીને શિયાળ બેટના અંધારા ઉલેચ્યા છે. અમરેલીમાં સૌની યોજનાથી નર્મદાના નીર પહોંચ્યા છે અને જળ સંચય થકી કૃષિ ક્રાંતિ સર્જાઈ છે.

અમરેલી જિલ્લામાં વિકાસ કાર્યોના આગામી આયોજન અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવાહન વ્યવહાર અને પ્રવાસન વિકાસ માટે રૂ. ૧૯૩ કરોડના ખર્ચે ૮ મોટા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે તથા રાજુલા-જાફરાબાદ અને બાબરા-ચાવંડ રોડને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનું આયોજન છે. રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લાના વિવિધ વિકાસના કાર્યો માટે રૂ. ૫ હજાર કરોડથી વધુની રકમ ફાળવી છે.  પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં સાડા સાત લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે  આંબરડી સફારી પાર્કના નિર્માણ થકી જિલ્લામાં સિંહ સંવર્ધનની સાથે ગીર ફોરેસ્ટ સમકક્ષ પ્રવાસનની તકો વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના વિકાસમાં યોગદાન આપનારા તમામ શ્રેષ્ઠીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને વિકસિત ગુજરાત માટે વિકસિત અમરેલી‘ બનાવવાના સંકલ્પ સાથે તેમણે સૌને આવતીકાલના સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણીમાં યજમાન બનનાર જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે અપાતી વિશેષ ગ્રાંટ બમણી કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જે મુજબજિલ્લા કલેક્ટરશ્રીને નગરપાલિકાઓના કામો માટે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રૂ. ૨.૫૦ કરોડના બદલે હવે રૂ. ૫-૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવશેજેનો પ્રથમ લાભ અમરેલી જિલ્લાને મળ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રૂ. ૫-૫ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ કોફી ટેબલ બુક અને વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જળ સંચયપર્યાવરણસાહિત્યશિક્ષણસમાજ સેવા સહિતના ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા ૧૭ જેટલા જિલ્લાના રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related Posts