લાઠી તાલુકા માં ઇન્ટેન્સીફાઇડ આઈ.ઇ.સી કેમ્પઈન નો પ્રારંભ થયેલ છે. મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી લાઠી ડૉ આર આર મકવાણા તેમજ અધિક્ષક, એમ આર વળીયા સરકારી હોસ્પિટલ લાઠી ના માર્ગદર્શન હેઠળ આઈ સી ટી સી લાઠી તથા સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ લિંક વર્કર સ્કીમ અમરેલી દ્વારા માલવીયા પીપરિયા ખાતે આવેલી ફેનિક્સ સ્પિનીગ મિલ મા HIV અને જનરલ હેલ્થ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મતીરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ મેડિકલ ઓફિસર ડો .અલ્પાબેન ઠક્કર તથા સુપરવાઈઝર ધર્મેશ વાળા, રીનાબેન, કમલેશભાઈ એ સેવા આપેલ હતી. ICTC કાઉન્સેલર પંકજભાઈ લશ્કરી, લિંક વર્કર સ્કીમ ના હરેશભાઈ, ટીબી વિભાગ માંથી નિમેષભાઈ મેશિયા આ કાર્યક્ર્મ માં હાજર રહ્યા હતા. જેમાં ફેનિક્સ સ્પિનીગ મિલ ના વર્કર ને HIV/AIDS, HCV, જાતીય રોગો, ટીબી, ઝેરી કમળો વગેરે સંસર્ગ જન્ય રોગો ની તપાસ કરી બ્રેક ફ્રી ઇન્ડિયા એપ્લિકેશન ની માહિતી આપી 68 વર્કર નું એઈડ્સ, ટીબી અને ઝેરી કમળા ના ટેસ્ટિંગ કરવા મા આવેલ હતું..
લાઠી તાલુકા માં ઇન્ટેન્સીફાઇડ આઈ.ઇ.સી કેમ્પઈન નો પ્રારંભ













Recent Comments