ખેલ મહાકુંભ-૩.૦ અને ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત અમરેલી જિલ્લામાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ ખેલાડીઓ, તેમજ જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અને સ્પેશિયલ ખેલ મહાકુંભ-૨૦૨૫ના વિજેતા ખેલાડીઓના પ્રમાણપત્રો (સર્ટિફિકેટ) સરદાર પટેલ રમત સંકુલ, અમરેલી કચેરી ખાતે આવી ગયા છે. આથી તમામ કન્વીનરશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા સ્પર્ધકોએ વિજેતા ખેલાડીઓની યાદી સાથે ઓફિસે આવીને આ સર્ટિફિકેટ મેળવી લેવાના રહેશે. આ અંગેની વધુ વિગત માટે ઓફિસના સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર ઓફિસ સમય દરમિયાન (સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી) ફોન કરીને સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા રમત ગમત કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ખેલો મહાકુંભના વિજેતા ખેલાડીઓએ અમરેલી જિલ્લા રમત ગમત કચેરી ખાતેથી સર્ટિફિકેટ મેળવી લેવા













Recent Comments