અમરેલી

ગૌરવપૂર્ણ ક્ષણ: ISROના રાષ્ટ્રીય પરિસંવાદ માટે સાવરકુંડલા ગુરુકુળના વિદ્યાર્થી દેવાંગ ઉપાધ્યાયની પસંદગી

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘3rd National Space Day’ના દ્વિ-દિવસીય કાર્યક્રમમાં સમગ્ર અમરેલી જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાની એકમાત્ર શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે.

​આ વિશેષ રાષ્ટ્રીય પરિસંવાદ માટે ગુરુકુલના ધોરણ-11 (સાયન્સ)ના તેજસ્વી વિદ્યાર્થી દેવાંગ વિભાકરભાઈ ઉપાધ્યાયની પસંદગી થઈ હતી. અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેવાંગે ISROના ખ્યાતનામ વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ સાધીને ચંદ્રયાન મિશન, ભારતની અવકાશ ક્ષેત્રની સિદ્ધિઓ તથા અદ્યતન સ્પેસ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.

​સમગ્ર અમરેલી જિલ્લા અને સાવરકુંડલાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરવા બદલ સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, પ્રમુખ પૂજ્ય શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય અક્ષરમુકતદાસજી સ્વામી, ડાયરેક્ટર વ્યાસ સાહેબ, આચાર્ય હરેશભાઈ મહેતા તેમજ સમગ્ર ગુરુકુલ પરિવારે વિદ્યાર્થી દેવાંગ અને તેના વાલીશ્રીને હાર્દિક અભિનંદન અને ભવિષ્યની સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે.

Related Posts