ભાવનગર

AHP સુપ્રીમો ડો પ્રવીણભાઈ તોગડિયા નું સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન

ઉમરાળા ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી ખૂબજ પ્રભાવિત એવા શ્રી આંત૨૨ાષ્ટ્રીય હિંદુ પરિષદ નાં સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્રી પ્રવિણભાઈ તોગડિયા સાહેબ ગત્ તા.૨૫.૮.૨૦૨૬ નાં રોજ ધોળા ગામે સુપ્રસિધ્ધ ધનાભગતજીની જગ્યામાં ૐ શ્રી પરિવાર દ્વારા આયોજીત કાર્યક્રમમાં આવ્યા હતા. તેઓશ્રીનું ટીંબી હોસ્પિટલનાં ટ્રસ્ટી શ્રી બી.એલ.રાજપરા અને ટ્રસ્ટી શ્રી હિરાભાઈ નાકરાણી દ્વારા મોમેન્ટો, શાલ અને પુષ્પહાર અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવ્યા હતા. ડૉ. શ્રી પ્રવિણભાઈ તોગડિયા સાહેબ એ તેમનાં વકતવ્યમાં ટીંબી હોસ્પિટલનો ઉલ્લેખ કરીને ચાલતા સેવાકાર્ય અંગે ખૂબજ પ્રસન્નતા વ્યકત કરી હતી.

Related Posts