૧. ઘાસચારાની ઉપલબ્ધતા
- વરસાદની ઘટની સ્થિતિમાં રાજ્ય સરકાર પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
- રાજ્યના 301 ગામોના 90,000 જેટલા પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે.
- અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ પૂરું પાડીને પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી છે.
- રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી; સરકાર પાસે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
- વન વિભાગ પાસે હજુ પણ 361 લાખ કિલો ઘાસચારો અનામત (રિઝર્વ) પડ્યો છે, જેથી આગામી સમયમાં પણ કોઈ તકલીફ પડશે નહીં.
- તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સ્થાનિક જરૂરિયાત મુજબ ત્વરિત પગલાં લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
- પશુપાલકો પર આર્થિક બોજ ન પડે તે માટે માત્ર રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
- “રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પશુપાલકોની સાથે અડીખમ ઊભી છે અને જરૂરિયાત મુજબ તમામ યોગ્ય પગલાં ચાલુ રહેશે.”
**
૨. ખાંડની ઉપલબ્ધતા
- ગુજરાતમાં ૧૭ ખાંડ મિલો કાર્યરત છે, જેની પ્રતિદિન ૭૩,૮૦૦ ટન પીલાણ કરવાની ક્ષમતા છે.
- રાજ્યમાં દર વર્ષે ૨ લાખથી વધુ ખેડૂતો શેરડી આપે છે અને તેના થકી દર વર્ષે ૯ લાખ મેટ્રિક ટન જેટલું ખાંડનું ઉત્પાદન થાય છે.
- હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે ૧૮ લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે.
- હાલમાં સીઝન ન હોવાના કારણે ખાંડ મિલો બંધ છે, જે આગામી ૧૫ ઓક્ટોબર પછીથી કાર્યરત થશે અને ઉત્પાદન શરૂ કરશે. જેથી જથ્થમાં હજુ વધારો થશે.
- ગુજરાત રાજ્યમાં કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધો ઇથેનોલ બનાવતી નથી.
- શેરડીના પીલાણ બાદ ખાંડ બન્યા પછી જે મોલાસિસ મળે છે, તેમાંથી જ ઇથેનોલ બનાવાય છે.
- અગાઉ ફેક્ટરીની બહાર પ્રતિ ક્વિન્ટલ ₹૬૫૦૦ થી પણ વધુ ભાવ ઉચકાયા હતા, જે સરકારશ્રીના વિશેષ પ્રયત્નોના પરિણામે હાલમાં ₹૬૦૦૦ થી પણ નીચે સુધી ઘટી ગયા છે.
- નજીકના સમયમાં બજારમાં ખાંડના ભાવો પણ સંપૂર્ણ નિયંત્રિત થશે.
૩. સિંચાઈનું પાણી
- રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અને સુજલામ સુફલામ યોજના મારફતે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદા આધારિત પાઇપલાઇન નેટવર્કથી જોડાયેલા તળાવો અને ડેમોમાં પાણી આપવાની કામગીરી પૂર્ણ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે.
- માનનીય મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલ સૂચના અને સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ, ખેડૂતોના ઊભા પાક અને મોલાતને સુકાતા બચાવવા માટે આ પાણી પુરવઠો સતત શરૂ રાખવાનો મક્કમ નિર્ણય લેવામાં આવ્યો છે.
- મહી કમાન્ડ વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે પીવાનું પાણી પરિયેજ અને કનેવાલ તળાવમાં નિયમિતપણે પહોંચાડવામાં આવી રહ્યું છે.
- પીવાના પાણીની સાથે સાથે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને ઊભો પાક બચાવવા માટે આણંદ અને ખેડા જિલ્લાઓમાં કડાણા ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
- રાજ્ય સરકાર ખેડૂતોની પડખે સદૈવ અડીખમ ઊભી છે; સિંચાઈ અને પીવાના પાણીની કોઈ પણ સમસ્યા ઊભી ન થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.
- યોગ્ય જળ વ્યવસ્થાપન દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો અને ખેતરો સુધી પાણી પહોંચાડીને પાકને આર્થિક નુકસાનથી બચાવવામાં આવશે.
૪. ઊર્જા – વીજળી આપવાનો નિર્ણય
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેતીવાડી માટે હાલમાં રોજના ૮ કલાક નિયમિત અને ગુણવત્તાસભર વીજળી પૂરી પાડવામાં આવી રહી છે, જેથી સિંચાઈમાં કોઈ અવરોધ ન આવે.
સ્થાનિક ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને રાખીને, સરકારે ત્વરિત નિર્ણય લઈને ૭ જિલ્લાઓ (અમરેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ)માં ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ કરી દીધું છે.
- અમે માત્ર ૭ જિલ્લાઓ પૂરતા મર્યાદિત નથી. રાજ્યના અન્ય કોઈ પણ જિલ્લામાં જો પાક માટે કે પાણી માટે વધુ વીજળીની જરૂરિયાત ઊભી થશે, તો ત્યાં પણ ૧૦ કલાક વીજળી આપવા માટે રાજ્ય સરકાર પૂરેપૂરી તૈયાર છે.


















Recent Comments