ભાવનગર વિશ્વ ફિઝીયો થેરાપી દિવસે ભાવનગર થી સેવાકાર્ય વર્ષ ૨૦૧૭ માં સ્થાપિત શ્રી જયશ્રીબેન પ્રકાશભાઈ શેઠ ફિઝીયો થેરાપી સેન્ટર શિશુવિહાર અને સ્વામી સહજાનંદ કોલેજ ઓફ ફિઝીયો થેરાપી સેન્ટરના ઉપક્રમે છેલ્લા ૧૦ વર્ષમાં ૪૮૦૦૦ થી વધુ દર્દીઓ એ પુનર સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે.
એ વાત હવે અજાણ નથી કે શરીરને રોગ કરતાં દવાઓ વધારે હાની પહોંચાડે છે અને વિશેષ તહ મેડીકલ સ્ટોરના આશરે દર્દીનાં દર્દ અને તેની દવા નક્કી કરતાં લોકો માટે દવા વધુ મૂશ્કેલી ઉભી કરનાર બને છે. ત્યારે ફિઝીયો થેરાપી શરીર કાર્યને મદદ કરતાં સારવાર બને છે.હાડકાના, હદયનાં, પેગ્નન્સી ઉપરાંત મસલ્સનાં દુખાવામાં અતિ ઉપયોગી અને નિર્દેશ સારવાર પ્રજા માટે વધુ ઉપયોગ પુરવાર થઈ રહી છે. ત્યારે શિશુવિહાર અને સ્વામી સહજાનંદ કોલેજના સ્તુત્ય પ્રયત્નો થી ૩૦૦૦ વિદ્યાર્થીઓને પણ દર્દીઓ સાથે તાલીમ મળતાં તેઓ ભવિષ્યનાં સારા ડાક્ટરો બનવા તરફ પ્રયાણ કરશે.
અનુવાંશિક બાળ રોગોમાં રામબાણ ઈલાજ તરીકે કાર્યગત ફિઝીયો થેરાપી માણસને સ્વ પ્રયત્નથી સ્વાસ્થ્ય તરફ લઈ જાય છે. ત્યારે શિશુવિહાર થી સારવાર મેળવનાર દર્દીઓ ભાવનગર માટે આશીર્વાદરૂપ બને છે.
આજે વિશ્વ ફિઝીયો થેરાપી દિવસ છે. ત્યારે દર્દીઓની વિકસિત સ્વાસ્થ્ય માટે શિશુવિહાર સંસ્થા ખાસ શિશુવિહાર દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવા વિશેષ કાર્યક્રમ રહેશે.

















Recent Comments