છે. આવી જ રીતે અન્ય એક ઘટનામાં ‘સ્વતંત્ર’ નામના વ્યક્તિને પણ પોલીસ કસ્ટડીમાં માર મારતો વિડીયો સામે આવ્યો છે.
આવા વિડીયો જોઈને સમાજનો એક વર્ગ કદાચ એવું માને છે કે ગંભીર ગુનાના આરોપીઓને સ્થળ પર જ આવી ‘તત્કાળ સજા’ મળવી જોઈએ. પરંતુ માનવ અધિકાર અને કાયદાના નિષ્ણાતો આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી રહ્યા છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કાયદાકીય વ્યવસ્થામાં પોલીસને સજા કરવાનો કોઈ અધિકાર છે?
આરોપી અને ગુનેગાર વચ્ચેનો તફાવત
ભારતની આધુનિક ન્યાયપ્રણાલી મુજબ, અદાલત દ્વારા દોષિત સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કેવળ ‘આરોપી’ છે, ‘ગુનેગાર’ નથી. પોલીસનું કામ કેસની તટસ્થ તપાસ કરવાનું અને પુરાવા એકત્રિત કરવાનું છે, સજા આપવાનું કામ ન્યાયતંત્ર (અદાલત)નું છે. જો પોલીસ પોતે જ સજા આપવાનું શરૂ કરી દે, તો દેશની અદાલતો અને કાયદાકીય પ્રક્રિયાનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ જાય છે.
પ્રસિદ્ધ ફ્રેંચ ફિલસૂફ મિશેલ ફૂકોએ તેમના પુસ્તક Discipline and Punishમાં ચર્ચા કરી છે કે પ્રાચીન સમયમાં જાહેરમાં શારીરિક યાતનાઓ આપીને લોકોને ડરાવવાનો પ્રયાસ થતો હતો. પરંતુ આધુનિક અને સુધરેલા સમાજમાં સજા સંસ્થાકીય અને કાયદાકીય રીતે આપવામાં આવે છે. જો આજે પણ રાજ્ય કે પોલીસ દ્વારા સજાને જાહેર હિંસાના પ્રદર્શન (Spectacle) તરીકે રજૂ કરવામાં આવે, તો આપણે એક આધુનિક લોકશાહી દેશ તરીકે પાછળ તરફ ગતિ કરી રહ્યા છીએ.
બીજી તરફ, સમાજમાં નકલી દવાઓ, લઠ્ઠાકાંડ, નકલી બિયારણ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, રસ્તા પરના ભુવા અને ટ્રાફિક નિયમોનો સરેઆમ ઉલાળિયો, ગોચર દબાણ, ગેરકાયદે મુસાફરોની હેરાફેરી, ભ્રષ્ટાચાર જેવા અનેક ગુનાઓ દરરોજ લાખો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. આવા ગુનાઓ સામે કાયદાકીય પ્રક્રિયા કેટલી મજબૂત છે તે પણ એક મોટો પ્રશ્ન છે.
*ગુનાખોરી નાથવા માટે માત્ર જાહેરમાં હિંસા કે ડર ઊભો કરવો પૂરતો નથી. ગુના રોકવા માટે પોલીસ તપાસની ગુણવત્તા વધારવી,ઝડપી અને ન્યાયી અદાલતી પ્રક્રિયા પૂરી પાડવી, અને શિક્ષણ તથા સામાજિક પરિસ્થિતિઓમાં સુધાર લાવવો જરૂરી છે.*
જ્યારે આપણે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હોઈએ, ત્યારે આપણે વિશ્વ સમક્ષ એક એવા સમાજનો આદર્શ રજૂ કરવો જોઈએ *જ્યાં માનવ અધિકારોનું સન્માન થતું હોય. કોઈપણ સભ્ય અને સુધરેલા સમાજની ઓળખ એ જ છે કે તે કાયદાના શાસન અને માનવ અધિકારોનું ચુસ્તપણે પાલન કરે.*
આ પ્રકારની ઘટનાઓ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે સામાન્ય નાગરિકો અને પ્રશાસનમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃતિનો અભાવ છે. *આજના યુગમાં જ્યાં પશુઓના અધિકારો (Animal Rights) અંગે પણ સંવેદનશીલતા વધી રહી છે, ત્યાં માનવ અધિકારોની સાચી સમજ હોવી અત્યંત જરૂરી છે.* આ માટે ગુજરાતી ભાષામાં ‘માનવ અધિકાર’ (Human Rights) પર વિશેષ ઓનલાઈન સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવે તે સમયની માંગ છે, જેથી દરેક નાગરિક પોતાના અને અન્યના બંધારણીય અધિકારો પ્રત્યે જાગ્રત થઈ શકે.
ટૂંકમાં *પોલીસની ” ધાક ” બેસાડવી અને પોલીસમાં વિશ્વાસ પેદા કરવો.એમાં આસમાન જમીનનો ફેર છે. *
પોલીસમાં વિશ્વાસ પેદા કરવો એ અત્યંત કુશળતા અને ધીરજ માંગી લે તેવી પ્રક્રિયા છે.
સ્થળ પર સજાનો આગ્રહ રાખનારાઓને ક્યાં ખબર છે કે તાકીદની પરિસ્થિતિમાં પણ ” એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ” ને સાથે રાખવામાં આવે છે.અને mindwell પોલીસ નહીં ” મેજિસ્ટ્રેટ” હુકમ કરે તો જ ફાયરિંગ વગેરે આકરા પગલા લેવાય છે.પોલીસને ” હાથ ઉપાડવાની સત્તા” બાબત અનેક વિવાદ,ચર્ચા વર્ષોથી ચાલે છે. છત્તા ” એન્કાઉન્ટર” થાય છે!
Ips કક્ષાના અધિકારી જેલવાસ ભોગવે છે.ગુનેગાર અને પોલીસમાં ફેર શું?
જો બંને હિંસા જ આચરે, તો…
” હણો ના પાપીઓને દ્વિગુણ બનશે પાપ જગના”.
વિખ્યાત ગુજરાતી કવિની પંક્તિ છે.
પાપીને નહીં, પાપને હણવા
આ લેખ કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર લખેલ છે. એ બાબત અહીં નોંધનીય ગણવી
અંતમાં તો આ બાબતનો સાર અસાર જ્યુડશિયરી તંત્ર એ જ નક્કી કરવાનો છે.. અને એનો જ અધિકાર છે

















Recent Comments